પાકિસ્તાની સિરિયલ જોવામાં વ્યસ્ત હતી પત્ની, પતિએ હુમલો કર્યો

મહારાષ્ટ્રના પુણેમાં એક એવો મામલો સામે આવ્યો છે, જ્યાં પતિ-પત્ની વચ્ચે એક નાની વાત પર વિવાદ એટલે સુધી પહોંચી ગયો કે પતિએ પોતાની પત્ની પર ચોપરથી હુમલો કરી દીધો.

મહારાષ્ટ્રના પુણેમાં એક એવો મામલો સામે આવ્યો છે, જ્યાં પતિ-પત્ની વચ્ચે એક નાની વાત પર વિવાદ એટલે સુધી પહોંચી ગયો કે પતિએ પોતાની પત્ની પર ચોપરથી હુમલો કરી દીધો. પતિને લાગ્યું કે પત્ની તેની સાથે વાત કરવાને બદલે મોબાઈલ પર એક શૉ "પાકિસ્તાની ડ્રામા" જોવાને વધારે મહત્વ આપી રહી છે. આ મામલો સેલી સબરી પાર્ક વિસ્તારનો જણાવવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો: રસ્તા વચ્ચે છોકરીઓની હોકી, બેલ્ટથી ગેંગવોર, વીડિયો વાયરલ

પત્ની પર ચોપરથી હુમલો કર્યો

પત્ની પર ચોપરથી હુમલો કર્યો

રોજ પતિ-પત્ની વચ્ચે અનબન થવાના મામલા સામે આવતા રહ્યા છે, તેમાંથી કેટલાક કેસો પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચે છે. આસિફના ઘરે કંઈક આવી જ બાબત સામે આવી. આખા મામલે પોલીસે જણાવ્યું કે આસિફની પત્નીએ પોતાના દીકરાને દુકાનથી દૂધ લાવવા માટે મોકલ્યો હતો. દીકરો જયારે ઘરે આવ્યો ત્યારે દૂધનું પેકેટ ફાટી ગયું હતું અને થોડું દૂધ ઢોળાઈ પણ ગયું હતું, જેના પર તે દીકરા પર ગુસ્સો કરવા લાગી.

પતિ-પત્ની વચ્ચે લડાઈ થઇ

પતિ-પત્ની વચ્ચે લડાઈ થઇ

પોલીસ સ્ટેશનના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, પત્નીની દીકરા પર ચીસો પાડવાનો અવાઝ સાંભળીને આસિફ આવ્યો અને તેને પત્નીને સમજાવવાની કોશિશ કરી, ત્યારપછી ઝગડો વધી ગયો. પોલીસે જણાવ્યું કે ઝગડો સાંજે ત્યારે વધી ગયો જયારે આસિફ ઘરે આવ્યો અને તેને જોયું કે તેની પત્ની તેની સાથે વાત જ નથી કરી રહી.

પોલીસે પતિની ધરપકડ કરી

પોલીસે પતિની ધરપકડ કરી

જયારે આસીફથી કામથી ઘરે આવ્યો ત્યારે તેની પત્ની તેની સાથે વાત કરી રહી ના હતી. આસિફ તેની સાથે વાત કરવાની કોશિશ કરવા લાગ્યો પરંતુ તેની પત્ની તેની તરફ જોતી પણ ના હતી. તે મોબાઈલ પર એક શૉ "પાકિસ્તાની ડ્રામા" જોતી રહી. આસિફને લાગ્યું કે તેની પત્ની મોબાઈલ પર શૉ જોવાને વધારે મહત્વ આપી રહી છે. તેનાથી ગુસ્સે થઈને આસિફે પત્ની પર ચોપર (ચપ્પુ જેવું ધારદાર હથિયાર) ઘ્વારા હુમલો કર્યો, જેનાથી તેના જમણા હાથનો અંગુઠો કપાઈ ગયો. આ મામલે પોલીસે જણાવ્યું કે આસિફની ધરપકડ કરવામાં આવી છે અને તેના પર પત્નીની હત્યાનો પ્રયાસ કરવાનો કેસ નોંધવામાં આવ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X