• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Punjab Assembly Election : PM મોદીનો કાફલો પંજાબમાં 15-20 મિનિટ અટક્યો, ફિરોઝપુર રેલી રદ્દ

|
Google Oneindia Gujarati News

Punjab Assembly Election : ​પંજાબના ફિરોઝપુર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલી રદ્દ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ ગૃહ મંત્રાલયે એક નિવેદન જાહેર કરતા જણાવ્યું છે કે, વડાપ્રધાનની સુરક્ષામાં ક્ષતિના કારણે ફિરોઝપુરમાં રેલી રદ્દ કરવામાં આવી છે. નવા કૃષિ કાયદા રદ્દ થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલીવાર પંજાબ જવાના હતા અને ફિરોઝપુર જવા માટે પણ રવાના થયા હતા, પરંતુ સુરક્ષાના કારણોસર રેલી રદ્દ કરવી પડી હતી.

ખરાબ હવામાનને કારણે રોડ દ્વારા જવાનો નિર્ણય

ખરાબ હવામાનને કારણે રોડ દ્વારા જવાનો નિર્ણય

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે, આજે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભટિંડા પહોંચ્યા હતા, જ્યાંથી તેઓ હેલિકોપ્ટર દ્વારા હુસૈનીવાલાસ્થિત રાષ્ટ્રીય શહીદ સ્મારક જવાના હતા.

વરસાદ અને નબળી વિઝિબિલિટીના કારણે વડાપ્રધાન હવામાન સાફ થવા માટે લગભગ 20 મિનિટ રાહ જોતા હતા. જ્યારેહવામાનમાં સુધારો થયો ન હતો, ત્યારે તે નક્કી કરવામાં આવ્યું હતું કે, તેઓ રોડ દ્વારા નેશનલ મેરીટોરીયસ મેમોરિયલની મુલાકાત લેશે, જેમાં 2 કલાકથી વધુ સમયલાગશે.

PM મોદી 15-20 મિનિટ સુધી ફ્લાયઓવર પર અટક્યા

PM મોદી 15-20 મિનિટ સુધી ફ્લાયઓવર પર અટક્યા

નિવેદન અનુસાર 'ડીજીપી પંજાબ પોલીસ દ્વારા જરૂરી સુરક્ષા વ્યવસ્થાની પુષ્ટિ કર્યા બાદ, તે રોડ દ્વારા મુસાફરી કરવા માટે આગળ વધ્યા હતા.

હુસૈનીવાલામાં રાષ્ટ્રીયશહીદ સ્મારકથી લગભગ 30 કિમી દૂર, જ્યારે વડાપ્રધાનનો કાફલો ફ્લાયઓવર પર પહોંચ્યો, ત્યારે જાણવા મળ્યું કે, કેટલાક વિરોધીઓએ રસ્તો રોકી દીધો હતો.જેબાદ વડાપ્રધાન મોદી 15-20 મિનિટ સુધી ફ્લાયઓવર પર અટવાયા હતા. વડાપ્રધાનની સુરક્ષામાં આ એક મોટી ખામી હતી.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે વિગતવાર અહેવાલ માંગ્યો

ગૃહ મંત્રાલયે કહ્યું કે, "પંજાબ સરકારને વડાપ્રધાનના સમયપત્રક અને પ્રવાસની યોજનાઓ વિશે પહેલાથી જ જાણ કરવામાં આવી હતી. પ્રક્રિયા મુજબ તેઓએ સુરક્ષામાટે જરૂરી વ્યવસ્થા કરવાની સાથે સાથે આકસ્મિક યોજના તૈયાર રાખવાની રહેશે.

આ ઉપરાંત આકસ્મિક યોજનાને ધ્યાનમાં રાખીને પંજાબ સરકારે રસ્તા દ્વારા કોઈપણહિલચાલને સુરક્ષિત કરવા માટે વધારાની સુરક્ષા તૈનાત કરવી પડશે, જે સ્પષ્ટપણે તૈનાત કરવામાં આવી ન હતી. આ સુરક્ષા ક્ષતિ પછી ભટિંડા એરપોર્ટ પર પાછાફરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

સુરક્ષામાં આ ગંભીર ક્ષતિની નોંધ લેતા ગૃહ મંત્રાલયે રાજ્ય સરકાર પાસેથી વિગતવાર અહેવાલ માંગ્યો છે. રાજ્ય સરકારને પણઆ ક્ષતિની જવાબદારી નક્કી કરવા અને કડક પગલાં લેવા જણાવ્યું છે.

ભાજપનો ચૂંટણી પ્રચાર શરૂ થવાનો હતો

ઉલ્લેખીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલી સાથે જ પંજાબમાં બીજેપીનો ચૂંટણી પ્રચાર શરૂ થવાનો હતો. તેમની મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી ફિરોઝપુરમાંપીજીઆઈના સેટેલાઇટ સેન્ટર સહિત લગભગ રૂપિયા 42,750 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવાના હતા અને પછી ફિરોઝપુરમાં જ એક ચૂંટણી રેલીને સંબોધિત કરવાનાહતા.

ભાજપના પંજાબ ચૂંટણી પ્રભારી કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર શેખાવતના નેતૃત્વમાં છેલ્લા ઘણા દિવસોથી રેલીની તૈયારીઓ ચાલી રહી હતી અને પૂર્વ સીએમ કેપ્ટનઅમરિંદર સિંહ પણ વડાપ્રધાન મોદી સાથે મંચ પર પહોંચવાના હતા.

ભાજપ ખેડૂતોના ગુસ્સાને શાંત કરવામાં વ્યસ્ત

ભાજપ ખેડૂતોના ગુસ્સાને શાંત કરવામાં વ્યસ્ત

પંજાબમાં કૃષિ સુધારા કાયદા સામે ખેડૂતોના આંદોલનને કારણે ભાજપને ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. જો કે, કાયદાઓ હવે પાછા ખેંચી લેવામાં આવ્યા છે,પરંતુ આંદોલનમાં 700 જેટલા મૃત્યુને કારણે ખેડૂતોનો ગુસ્સો ચાલુ છે. તેને દૂર કરવા માટે ભાજપ કેન્દ્ર સરકાર દ્વારા શીખો માટે કરેલા કામની ગણતરી કરી રહી છે.

જેમાં કરતારપુર કોરિડોર ખોલવું, શીખ વિરોધી રમખાણોના આરોપીઓ સામે કાર્યવાહી, GSTમાંથી લંગરને મુક્તિ, અફઘાનિસ્તાનમાંથી શીખોની પરત ફરવું વગેરેનોસમાવેશ થાય છે.

વડાપ્રધાને ફિરોઝપુર માટે સંદેશ મોકલ્યો

વડાપ્રધાન મોદીની ફિરોઝપુર રેલી મોકૂફ રાખવામાં આવતાકેન્દ્રીય મંત્રી માંડવિયાની મંચ પરથી જાહેરાતહતી કે, કોઈ ખાસ કારણોના લીધે રેલી મોકૂફ રાખવામાંઆવી છે. વડાપ્રધાને ફિરોઝપુર માટે સંદેશ મોકલ્યો હતો કે, આ રેલી રદ્દ નથી કરી, થોડા સમય માટે મોકૂફ રાખવામાં આવી છે.

English summary
Punjab Assembly Election : PM Modi's convoy stops for 15-20 minutes in Punjab, Ferozepur rally canceled.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X