પંજાબમાં કયા-કયા દિગ્ગજ નેતાઓની કિસ્મત દાવ પર લાગી?
પંજાબમાં કયા-કયા દિગ્ગજ નેતાઓની કિસ્મત દાવ પર લાગી?
આજે પંજાબની તમામ 117 વિધાનસભા સીટ પર મતદાન થઈ રહ્યું છે. આજે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે પંજાબના રાજકીય અખાડામાં કયા કયા દિગ્ગજ નેતા કયા કયા વિધાનસભા ક્ષેત્રથી ચૂંટણી લડી રહ્યા છે અને તેમના વિધાનસભાના રાજકીય સમીકરણ કેવાં છે? આમ આદમી ાર્ટીએ ભગવંત માનને પોતાના સીએમ ઉમેદવાર ઘોષિત કર્યા છે. તેઓ સંગરૂર જિલ્લાના ધુરી વિધાનસભા સીટથી ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે કોંગ્રેસે ચરણજીત સિંહ ચન્નીને સીએમ ઉમેદવાર ઘોષિત કર્યા છે, તેઓ ચમકૌર સાહિબ અને ભદૌડ વિધાનસભા સીટથી ચૂંટણી લડી રહ્યા છે. આની સાથે જ શિઅદ-બસપા ગઠબંધન તરફથી સુખબીર સિંહ બાદલ સીએમ પદના ઉમેદવાર છે. સુખબીર બાદલ જલાલાબાદ વિધાનસભા સીટથી ચૂંટણી મેદાનમાં છે.

કયા દિગ્ગજ કઈ સીટ પરથી લડી રહ્યા છે?
પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ અમૃતસર ઈસ્ટ વિધાનસભા સીટથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. આ ઉપરાંત શિરોમણિ અકાલી દળના નેતા વિક્રમ સિંહ મજીઠિયા પણ અમૃતસર ઈસ્ટ વિધાનસભા સીટથી સિદ્ધુને ટક્કર આપી રહ્યા છે. જ્યારે પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ પટિયાલાથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. આ વખતેની વિધાનસભા ચૂંટણીમાં આ તમામ દિગ્ગજ નેતાઓની કિસ્મત દાવ પર લાગી છે, કેમ કે પંજાબમાં કેટલાય પ્રકારના રાજકીય સમીકરણ બદલ્યા બાદ કેટલાય નેતાઓએ પોતાનો ગઢ છોડી બીજી વિધાનસભા સીટથી ચૂંટણી લડી રહ્યા છે. ધુરી વિધાનસભા સીટથી આમ આદમી પાર્ટીના ભગવંત માન ચૂંટણી રણમાં ઉતર્યા છે. જ્યારે તેમની સામે કોંગ્રેસના દલવીર સિંહ ગોલ્ડી ચૂંટણી લડી રહ્યા છે. શિરોમણી અકાળી દળ તરફથી પ્રકાશ ચંદ્ર ગર્ગ ચૂંટણી મેદાનમાં છે. જ્યારે ભાજપ પર તરફથી રણદીપ સિંહ દેઓલ આ સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે.

શું ભગવંત માન પાર્ટીનું માન રાખી શકશે?
આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભગવંત માનની વાત કરવામાં આવે તો પંજાબના યુવા તેમને વધુ પસંદ કરે છે. રાજકારણની સફર કરતા પહેલાં તેમની ગણતરી સારા હાસ્યકલાકારમાં થતી હતી. રાજનીતિમાં અત્યાર સુધી તેમના પર કોઈપણ પ્રકારના ભ્રષ્ટાચારનો આરોપ નથી લાગ્યો. તેમની ગણતરી પંજાબના ઈમાનદાર નેતાઓમાં થાય છે.
ઉલ્લેખનીય છે કે તેઓ સામાન્ય જાટ સિખ પરિવારથી છે અને માળવા ક્ષેત્રથી સંબંધ ધરાવે છે. પંજાબના રાજકારણમાં માળવા ક્ષેત્ર અને સામાન્ય જાટ સિખ એક મહત્વનો રોલ નિભાવી રહ્યા છે. જ્યારે ભગવંત માનની ખામીઓની વાત કરીએ તો તેઓ કથિત રીતે દારૂના નશામાં ડૂબ્યા રહે છે. આ કારણે વિપક્ષી દળોના નેતાઓ તેમના પર અવારનવાર નિશાન સાધતા રહે છે.

ચરણજીત ચન્ની સામે કોણ-કોણ મેદાનમાં છે?
કોંગ્રેસ તરફથી મુખ્યમંત્રી પદના ઉમેદવાર ચરણજીત સિંહ ચન્ની છે. તેઓ આ વખતે પંજાબની બે વિધાનસભા સીટથી ચૂંટણી મેદાનમાં દાવ અજમાવી રહ્યા છે. ચમકૌર સાહિબ વિધાનસભા સીટ તેમની પરંપરાગત સીટ રહી છે, આની સાથે જ તેઓ ભદૌડ સીટથી પણ કિસ્મત અજમાવી રહ્યા છે. ચમકૌર સાહિબ વિધાનસભા સીટથી ચરણજીત સિંહ ચન્ની સામે આમ આદમી પાર્ટી તરફથી ડૉ ચરણજીત સિંહ ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. શિઅબ-બસપા ગઠબંધન તરફથી હરમોહન સિંહ બહુજના સમાજ પાર્ટી તરફથી ચૂંટણીના તાલ ઠોકી રહ્યા છે. આ ઉપરાંત ભાજપ ગઠબંધન તરફથી ભાજપની ટિકિટ પર દર્શન સિંહ શિવજોત ચૂંટણી લડી રહ્યા છે. ભદૌડ સીટની વાત કરવામાં આવે તો આ સીટથી ચરણજીત સિંહ ચન્ની સામે આમ આદમી પાર્ટી તરફથી લાભ સિંહ ઉગોકે ચૂંટણી મેદાનમાં છે. જ્યારે શિઅદ- બસપા ગઠબંધન તરફથી શિરોમણી અકાળ દળની ટિકિટ પર સતનામ સિંહ રાહી ચૂંટણી મેદાનમાં છે. આની સાથે જ ભાજપ ગઠબંધન તરફથી પંજાબ લોક કોંગ્રેસની ટિકિટ પર ધર્મ સિંહ ફૌજી ચૂંટણી લડી રહ્યા છે.

શું ચન્ની જીતી શકશે?
ચરણજીત સિંહ ચન્ની પંજાબના પહેલા દલિત મુખ્યમંત્રી બની ગયા. પોતાના 111 દિવસના કાર્યકાળમાં તેમણે પંજાબની જનતાની સાથોસાથ દલિત સમુદાયોમાં પોતાની પકડ મજબૂત બનાવી છે. ઉપરાંત પોતાના કાર્યકાળ દરમિયાન જનતાને કરેલા વચનો પૂરાં કરવાં તેમને રાજકીય ફાયદો પહોંચાડી શકે છે. આની સાથે જ ચમકૌર સાહિબથી સતત ત્રણ વખત ધારાસભ્ય ચૂંટાવવું તેમના માટે પ્લસ પોઇન્ટ સાબિત થઈ શકે છે. પીએમ મોદીના કથિત સુરક્ષા ચૂક મામલામાં ભાજપનું જેવી રીતે તેમણે કાઉન્ટર કર્યું તે પણ તેમને રાજકીય માઈલેજ આપી શકે છે. જ્યારે તેમની ખામીઓની વાત કરીએ તો પાછલી સરકારની નાકામીયાબીઓ તેમના માટે મુશ્કેલીઓ પૈદા કરી શકે છે. આની સાથે જ બિનકાયદેસર ખનનના મામલાની ઉચ્ચસ્તરીય તપાસ પણ તેમના માટે નેગેટિવ પોઈન્ટ બની શકે છે.

શું કેપ્ટન ચૂંટણી જીતી શકશે?
ભાજપ, પીએલસી અને શિઅદ (સંયુક્ત) ગઠબંધન કરી ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. આ વખતેની વિધાનસભા ચૂંટણીમાં કેપ્ટન અમરિંદર સિંહની કિસ્મત પણ દાવ પર લાગી છે. કેપ્ટન અમરિંદર સિંહ પટિયાલા શહેરથી ચૂંટણી લડી રહ્યા છે, તેમની સામે કોંગ્રેસની ટિકિટ પર પટિયાલા શહેર સીટથી વિષ્ણુ શર્મા ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે આમ આદમી પાર્ટી તરફથી અજીતપાલ સિંહ કોહલી ચૂંટણી લડી રહ્યા છે. શિઅદ- બસપા ગઠબંધન તરફથી હરપાલ જુનેજા ચૂંટણી મેદાનમાં છે. કેપ્ટન અમરિંદર સિંહ પંજાબના વરિષ્ઠ નેતાઓમાંના એક છે. 1984 બ્લૂ સ્ટાર વિરુદ્ધ તેમણે સાંસદ પદ અને પાર્ટીથી રાજીનામું આપી દીધું હતું. આની સાથે જ પંજાબ માટે પાણીના મુદ્દામાં પંજાબ વિધાનસભામાં પ્રસ્તાવ પાસ કરાવવાથી તેમની છબી ધાકડ નેતાઓ વાળી બની ગઈ. તેઓ પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પણ રહ્યા જે તેમને રાજકીય ફાયદો પહોંચાડી શકે છે. જ્યારે તેમની ખામીઓની વાત કરીએ તો તેઓ પોતાના કાર્યકાળ દરમિયાન જનતાની પહોંચથી દૂર રહ્યા હતા. ખેડૂત આંદોલન દરમિયાન ખેડૂતો સાથે હતા પરંતુ બાદમાં ભાજપ પાર્ટી સાથે ગઠબંધન કરવું તેમના માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

શું સુખબીર બાદલ પોતાનો વારસો બચાવી શકશે?
શિરોમણી અકાળી દળ અને બહુજન સમાજવાદી પાર્ટી ગઠબંધનના મુખ્યમંત્રી પદના ઉમેદવાર સુખબીર સિંહ બાદલની વાત કરવામાં આવે તો તેમનું નામ પંજાબના દિગ્ગજ નેતાઓમાં લેવાય છે. રાજકીય ગલીઓમાં એવું કહેવાય છે કે સુખબીર બાદલ એક સરળ નેતા છે અને ચૂંટણી રણનીતિમાં એક કુશળ પ્રબંધક છે. સુખબીર સિંહ બાદલ જલાલાબાદ વિધાનસભા સીટથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. તેમની સામે કોંગ્રેસની ટિકિટ પર મોહન સિંહ ફલિયાંવાલા ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે આમ આદમી પાર્ટી તરફથી જગદીપ ગોલ્ડી કંબોજ ચૂંટણી મેદાનમાં છે. તેમની સાથે જ ભાજપ ગઠબંધન તરફથી પૂરન ચંદ્ર ભાજપની ટિકિટ પર ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. જણાવી દઈએ કે સુખબીર બાદલે જ્યારથી ચૂંટણી સફરની શરૂઆત કરી છે તેઓ ક્યારેય હાર્યા નથી. પંજાબમાં બહુજન સમાજ પાર્ટીની સાથે ગઠબંધન કરવાનો ફેસલો તેમના માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આની સાથે જ ટિકિટ વહેંચણીમાં સંતુલન સાથે ઉમેદવાર ઉતારવો અને ટિકિટ વહેંચણી બાદ બગાવત ના થવી પણ તેમને રાજકીય ફાયદો પહોંચાડી શકે છે. સુખબીર સિંહ બાદલની ખામીઓની વાત કરીએ તો તેમના પર હથિયારોના જોરે વેપારને વધારવાનો આરોપ છે. આની સાથે જ શિઅદની સરકારમાં અસભ્યતાનો મામલો, રેતી, ડ્રગ્સ, કેબલ જેવા મામલામાં ઠોસ પગલાં ના લેવાના આરોપો લાગતા રહે છે.

અમૃતસર ઈસ્ટ સીટ પર દિલચસ્પ મુકાબલો થઈ શકે
શિઅદ નેતા વિક્રમ સિંહ મજીઠિયા અને પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ આ વખતે અમૃતસર ઈસ્ટ વિધાનસભા સીટથી આમને-સામને ચૂંટણી લડી રહ્યા છે. અમૃતસર પૂર્વ વિધાનસભા સીટથી કોંગ્રેસ ઉમેદવાર નવજોત સિંહ સિદ્ધુ ચૂંટણી મેદાનમાં છે. જ્યારે આમ આદમી પાર્ટી તરફથી જીવનજોત કૌર ચૂંટણી લડી રહ્યાં છે. ઉપરાંત શિરોમણી અકાળી દળની ટિકિટ પર વિક્રમજીત સિંહ મજીઠિયા ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે ભાજપ ગઠબંધન તરફથી ડૉક્ટર જગમોહન સિંહ રાજૂ ચૂંટણી મેદાનમાં છે. નવજોત સિંહ સિદ્ધુ માટે અમૃતસર ઈસ્ટ વિધાનસભા સીટથી ચૂંટણીમાં જીત નોંધાવવી એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કેમ કે તેમમે શિઅદ નેતાને આ સીટથી જીતવાનો પડકાર ફેંક્યો હતો. જ્યારે સિદ્ધુનો પડકાર સ્વીકારતાં શિઅદ નેતા વિક્રમ સિંહ મજીઠિયાએ પોતાનો ગઢ છોડી અમૃતસર ઈસ્ટ વિધાનસભા ક્ષેત્રથી પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું અને જીતવાનો પણ દાવો કરી રહ્યા છે. માટે અમૃતસર વિધાનસભા સીટથી જીતવું બંને ઉમેદવાર માટે નાકની લડાઈ બની ગઈ છે. ચૂંટણીના પરિણામ આવ્યા બાદ સ્પષ્ટ થઈ જશે કે કયા નેતાએ પોતાની શાખ બચાવી છે અને કોને હારનો સામનો કરવો પડ્યો છે.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત



Click it and Unblock the Notifications
