For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પંજાબની ભગવંત માન સરકાર જનતાના આરોગ્ય માટે લઈ રહી છે મજબૂત પગલાં

પંજાબની ભગવંત માન સરકારે જનહિતમાં એક પછી એક અનેક યોજનાઓ લાગુ કરી છે. આવો, પંજાબ સરકારની આમ આદમી ક્લિનિક પર એક નજર નાખીએ.

|
Google Oneindia Gujarati News

ચંદીગઢઃ પંજાબની ભગવંત માન સરકારે જનહિતમાં એક પછી એક અનેક યોજનાઓ લાગુ કરી છે. સરકારી હૉસ્પિટલની વ્યવસ્થા હોય કે આમ આદમી ક્લિનિકની, સરકાર દરેક રીતે આરોગ્યને લઈને ગંભીર દેખાઈ રહી છે. ખુદ મુખ્યમંત્રી ભગવંત માન અને તેમના મંત્રીઓએ હૉસ્પિટલોની કાર્યશૈલી અને પદ્ધતિઓ જાણવા માટે ઘણી વખત ઓચિંતી તપાસ પણ કરી છે. તાજેતરમાં કેન્દ્ર સરકારે પણ સરકારના આમ આદમી ક્લિનિકના વખાણ કર્યા હતા. આવો, પંજાબ સરકારની આમ આદમી ક્લિનિક પર એક નજર નાખીએ.

aap clinic

હાલમાં કેન્દ્ર સરકારે પંજાબમાં આમ આદમી ક્લિનિકના કામ પર સંતોષ વ્યક્ત કર્યો છે. કેન્દ્ર તેની પ્રમાણભૂત આરોગ્ય સુવિધાઓથી ખૂબ જ ખુશ જણાતુ હતુ. બીજી તરફ, સરકાર મોહલ્લા ક્લિનિકની સંખ્યા વધારવામાં વ્યસ્ત છે. જેથી લોકોને વધુ લાભ મળી શકે. પંજાબ સરકારે તાજેતરમાં દાવો કર્યો હતો કે છેલ્લા ચાર મહિનામાં આમ આદમી ક્લિનિક્સમાં 5 લાખથી વધુ લોકોની સારવાર કરવામાં આવી છે. પંજાબના આરોગ્ય મંત્રી ચેતન સિંહ જૌરમાજરાના જણાવ્યા મુજબ ક્લિનિકની મુલાકાત લેતા દર્દીઓની દૈનિક સંખ્યા આઠ હજારને વટાવી ગઈ છે.

નોંધનીય છે કે અત્યાર સુધીમાં 100 ક્લિનિક્સ (શહેરી વિસ્તારોમાં 65 અને ગ્રામીણ વિસ્તારોમાં 35) લોકોને સમર્પિત કરવામાં આવ્યા છે. ટૂંક સમયમાં તેમની સંખ્યા વધારવામાં આવશે. આ સાથે મોહાલી જિલ્લામાં બનેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં 22 નવા આમ આદમી ક્લિનિક બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે અહીં 98 પ્રકારની દવાઓ અને 41 પ્રકારના મેડિકલ ટેસ્ટ મફત કરવામાં આવે છે. આનો સૌથી મોટો ફાયદો રાજ્યની હૉસ્પિટલોને મળી રહ્યો છે કારણ કે 90 ટકા દર્દીઓ આ ક્લિનિક્સમાંથી સારવાર લઈ રહ્યા છે. જેના કારણે સરકારી હૉસ્પિટલોમાં સામાન્ય ઓપીડી દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે.

English summary
Punjab Bhagwant Maan Government strong measures for public health
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X