પંજાબીઓને સ્ટેમ્પ ડ્યુટીમાં મોટી રાહત, ભગવંત માન સરકારે રજિસ્ટ્રી ફીમાં કર્યો ઘટાડો
પંજાબ સરકારે નોંધણી સમયે વસૂલવામાં આવતી કુલ ફીમાં 2.25 ટકાની છૂટ આપવાનો નિર્ણય કર્યો છે, જે પંજાબના લોકો માટે મોટી રાહત છે.

પંજાબના લોકો માટે સ્ટેમ્પ ડ્યુટી વિશે એક મોટા રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યુ છે કે પંજાબ સરકારે રજિસ્ટ્રી ફીમાં 2.25 ટકાનો ઘટાડો કર્યો છે. પંજાબ સરકારે નોંધણી સમયે વસૂલવામાં આવતી કુલ ફીમાં 2.25 ટકાની છૂટ આપવાનો નિર્ણય કર્યો છે, જે પંજાબના લોકો માટે મોટી રાહત છે.
તમને જણાવી દઈએ કે રજિસ્ટ્રી માટે વસૂલવામાં આવતી કુલ ફીમાંથી હવે લોકોએ 2.25 ટકા ઓછી ફી ચૂકવવી પડશે, પરંતુ પંજાબ સરકારે આ છૂટ ફક્ત એક મહિના માટે એટલે કે 31 માર્ચ સુધી આપી છે, જેથી વધુમાં વધુ આવક એકત્ર કરી શકાય. સરકારનો પ્રયાસ છે કે આ મહિનામાં વધુમાં વધુ રેવન્યુ એકત્ર કરવામાં આવે, જેને ધ્યાનમાં રાખીને પંજાબ સરકારે સ્ટેમ્પ ડ્યુટી ઘટાડવાનો નિર્ણય લીધો છે.












Click it and Unblock the Notifications
