પંજાબમાં માન સરકારે શરુ કર્યો 'કેર કમ્પેનિયન પ્રોગ્રામ', વૉટ્સએપ નંબર કર્યો જાહેર
રાજ્યમાં આરોગ્ય સેવાઓને મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે પંજાબ સરકારના આરોગ્ય મંત્રાલય દ્વારા એક સારી શરૂઆત કરવામાં આવી છે.
ચંદીગઢ: રાજ્યમાં આરોગ્ય સેવાઓને મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે પંજાબ સરકારના આરોગ્ય મંત્રાલય દ્વારા એક સારી શરૂઆત કરવામાં આવી છે. રાજ્યમાં આરોગ્ય મંત્રી જોડામાજરા દ્વારા 'કેર કમ્પેનિયન પ્રોગ્રામ' શરૂ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત સ્વાસ્થ્ય જાગૃતિના પ્રયાસોને વધુ મજબૂત બનાવવામાં આવશે. સ્વાસ્થ્ય મંત્રી ચેતન સિંહ જોડામાજરાએ આ અંગે માહિતી આપી હતી.

આ પ્રસંગે મંત્રી જોડામાજરાએ જણાવ્યુ હતુ કે, રાજ્યભરમાં દર્દીઓના પરિવારજનોને આરોગ્ય સેવાઓ વિશે માહિતગાર કરવા માટે આ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યુ કે મુખ્ય ઉદ્દેશ્ય દર્દીના પરિવારના સભ્યોને સામેલ કરવાનો છે. જેમને તબીબી સુવિધાઓ વિશે તાલીમ આપવામાં આવશે.
આરોગ્ય મંત્રીએ કહ્યુ કે આ કાર્યક્રમ અંતર્ગત લોકોને જરૂરી મૂળભૂત સ્વાસ્થ્ય અભ્યાસો વિશે શિક્ષિત કરવામાં આવશે. જેથી તેઓ પોતાના સ્વાસ્થ્યની કાળજી લઈ શકે. આ પ્રસંગે એક I.V.R. વૉટ્સએપ નંબર 080-47180443 પણ જાહેર કરવામાં આવ્યો છે જેના દ્વારા કોઈપણ સ્વાસ્થ્ય સંદેશાઓ માટે સબસ્ક્રાઈબ કરી શકે છે. આ સંદેશાઓ તેમને ખરાબ ટેવો છોડવા માટે પ્રેરિત કરશે.












Click it and Unblock the Notifications
