For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

6 હજાર મહિલાઓને આંગણવાડીમાં મળશે નોકરી, અમે 4 ગેરેન્ટીઓ પૂરી કરી દીધીઃ પંજાબ CM માન

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને મહિલાઓના હિતમાં મોટી જાહેરાત કરી છે.

|
Google Oneindia Gujarati News

ચંદીગઢઃ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને મહિલાઓના હિતમાં મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યુ કે રક્ષાબંધનના શુભ અવસર પર આજે હું મારી બહેનોને એક ખાસ ભેટ આપી રહ્યો છુ. અમે 6 હજાર આંગણવાડી કાર્યકરોની ખાલી જગ્યાઓ ભરીશુ. જેઓ લાયકાત ધરાવતા હોય અને જેમને રોજગાર જોઈએ છે તેઓ ડિગ્રી અનુસાર આ માટે ફોર્મ ભરી શકે છે.

cm mann

મુખ્યમંત્રી માને કહ્યુ, 'અમે મહિલાઓને આર્થિક મદદ આપવાનુ વચન આપ્યુ હતુ અને અમે તે વચન પૂરુ કર્યુ. હવે રોજગારી આપીશુ. મારી બહેનો જે નોકરી માટે લાયક છે તેમણે ક્યાંય ભટકવુ નહિ પડે. હવે તકો છે, કોઈ લાંચ નથી, કોઈ ભલામણ નથી. અમે યોગ્યતાના આધારે નોકરી આપીશુ.' તમને જણાવી દઈએ કે મુખ્યમંત્રી ભગવંત માને બાબા બકાલા સાહિબ ખાતે રખર પુનિયાના અવસર પર આયોજિત રાજ્ય સ્તરીય કાર્યક્રમ દરમિયાન આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યુ કે AAP સરકારને છ મહિના પણ પૂરા થયા નથી અને સરકારે 4 ગેરંટી પૂરી કરી છે. અમે કેટલીક એવી ગેરેન્ટી પણ પૂરી કરી હતી જે પંજાબ વિધાનસભાની ચૂંટણી દરમિયાન તેમના એજન્ડામાં ન હતી.

મુખ્યમંત્રી માન એક તરફ પંજાબના લોકોનો AAP સરકારમાં વિશ્વાસ જાળવી રાખવા માટે આગામી બે-ત્રણ મહિનામાં મહિલાઓને નોકરી આપવાની વાત કરી રહ્યા છે, તો બીજી તરફ રાજ્યના બેરોજગારોને પણ આગમી દિવસોમાં તેમની યોગ્યતા મુજબ નોકરી આપવામાં આવશે તેવો ભરોસો આપ્યો. આ દરમિયાન AAPના એક નેતાએ માનની પ્રશંસા કરતા કહ્યુ કે તેમની સરકારની પ્રથમ રક્ષાબંધનના અવસર પર તેમણે રાજ્યમાં આંગણવાડીમાં 6 હજાર મહિલાઓને નોકરી આપવાની જાહેરાત કરી છે.

આ દરમિયાન શિરોમણી અકાલી દળના વિસર્જન પર પૂછવામાં આવેલા પ્રશ્ન પર પણ મુખ્યમંત્રી માને વાત કરી. મુખ્યમંત્રીએ કહ્યુ કે આ તેમનો આંતરિક મામલો છે. આ સાથે મુખ્યમંત્રીએ કહ્યુ કે તેમના બત્રીસ દાંત છે અને શિરોમણી અકાલી દળ વિશે અમારી વાત સાચી સાબિત થઈ રહી છે. શિરોમણી અકાલી દળ 1920માં શરૂ થયુ હતુ અને 100 વર્ષ પછી હવે ખતમ થઈ જશે. આજે તેની આંતરિક સ્થિતિ જોતા લાગે છે કે તે લુપ્ત થવાના આરે છે કારણ કે તેમનો ગ્રાઉન્ડ સપોર્ટ ખતમ થઈ ગયો છે.

English summary
Punjab: Chief Minister Mann Announced To Give Jobs To Women In Anganwadi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X