CM અમરિંદર સિંહે સ્વીકાર્યુ સિદ્ધુનુ રાજીનામુ, પંજાબ કોંગ્રેસમાં હલચલ
પંજાબના મુખ્યમંત્રી અમરિંદપ સિંહે કોંગ્રેસના મંત્રી નવજોત સિંહ સિદ્ધુ સાથે ચાલી રહેલ વિવાદ વચ્ચે તેમનુ રાજીનામુ સ્વીકારી લીધુ છે.
પંજાબના મુખ્યમંત્રી અમરિંદપ સિંહે કોંગ્રેસના મંત્રી નવજોત સિંહ સિદ્ધુ સાથે ચાલી રહેલ વિવાદ વચ્ચે તેમનુ રાજીનામુ સ્વીકારી લીધુ છે. આને હવે અપ્રુવલ માટે રાજ્યપાલ પાસે મોકલવામાં આવ્યુ છે. તમને જણાવી દઈએ કે સિદ્ધુએ થોડા દિવસ પહેલા મંત્રી પદેથી રાજીનામુ આપી દીધુ હતુ. પોતાનુ રાજીનામુ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને સોંપ્યા બાદ સિદ્ધુએ આની કૉપી પણ ટ્વિટ કરી હતી. વળી, મંગળવારે અમરિંદર સિંહે કહ્યુ હતુ કે તે સિદ્ધુના રાજીનામાને બરાબર વાંચીને તેના પર વિચાર કરશે. તેમણે કહ્યુ હતુ કે દિલ્લીમાં અમુક બેઠકોનું કામ નિપટાવ્યા બાદ જ્યારે ચંદીગઢ પાછા આવશે ત્યારે આના પર નિર્ણય લેશે.

વાસ્તવમાં સિદ્ધુ પોતાનું મંત્રાલય બદલાવાના કારણે ઘણા નારાજ હતા. પહેલા તેમને શહેરી એકમ સાથે પર્યટન તેમજ સાંસ્કૃતિક બાબતોનો વિભાગ પણ સોંપવામાં આવ્યો હતો પરંતુ 6 જૂને આ વિભાગ તેમની પાસેથી પાછો લઈને તેમને ઉર્જા તેમજ નવીનીકરણ ઉર્જા વિભાગનો પ્રભાર સોંપવામાં આવ્યો હતો. આ જ કારણ છે કે તેમના વિભાગ આગળ તેમના નામની તખ્તી તો લગાવવામાં આવી હતી પરંતુ તે ક્યારેય આવ્યા નહિ. સિદ્ધુ પાસેથી વિભાગ પાછા લેતી વખતે મુખ્યમંત્રી અમરિંદરે તેમના ખરાબ પ્રદર્શનને કારણ ગણાવ્યુ હતુ. ત્યારબાદથી બંને વચ્ચે તણાવ જગજાહેર થઈ ગયો છે.
પંજાબમાં ભાજપ નેતા તરુણ ચુગે નવજોત સિંહ સિદ્ધુ સામે રાજ્યપાલને ફરિયાદી પત્ર લખ્યો હતો. પોતાના પત્રમાં તેમણે લખ્યુ હતુ કે સિદ્ધુના કામ પર ઉપસ્થિત ન હોવાના કારણે વિભાગની કાર્યકુશળતા પ્રભાવિત થઈ રહી છે. તે કોઈ સરકારી કામકાજ વિના સરકારી સુવિધાઓને ખોટી રીતે ઉપયોગ કરી રહ્યા છે અને સરકારી ખજાના પર બોજ બની ગયા છે. તેમણે આગળ લખ્યુ હતુ કે આવુ પહેલી વાર થયુ છે કે સરકારના કોઈ મંત્રી ખુલ્લેઆમ મુખ્યમંત્રીના આદેશોનું પાલન કરવાની મનાઈ કરી રહ્યા છે અને પોતાની વિભાગની જવાબદારી નથી લઈ રહ્યા. વિભાગમાં તેમની તાનાશાહીથી જનતા ત્રાહિમામ પોકારી રહી છે.
-
Gold Price Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં ઘટાડો, જાણો આજના ભાવ -
ગુજરાતમાં LPG ગોડાઉન પર પોલીસ તૈનાત કરાશે, સુરક્ષા માટે સરકારનો નવો આદેશ -
ખેડૂતો માટે પડ્યા પર પાટા જેવી સ્થિતી, ભરઉનાળે માવઠાની આગાહી -
Rajya Sabha Election 2026: 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો માટે મતદાન, જાણો પરિણામો ક્યારે? -
કચ્છના બન્ની વિસ્તારમાં ચિત્તાઓ વસાવાશે, સરકારે 14.70 કરોડ રૂપિયા ખર્ચ કર્યો -
IPL 2026: ઓરેન્જ કેપ માટે આ 5 વિસ્ફોટક બેટ્સમેનો વચ્ચે જામશે જંગ -
પરસેવો છોડાવતી ગરમી વચ્ચે માવઠાની આગાહી, ખેડૂતો ચિંતામાં -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
સુરત એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી, બેંગકોકની ફ્લાઇટમાંથી 1.5 કરોડનો ગાંજો ઝડપાયો -
ઓડિશાના કટકમાં હોસ્પિટલમાં આગ, 10 લોકોના મોત થતા હંગામો -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
પાકિસ્તાનની નાકાપ હરકત, અફઘાનિસ્તાનમાં હોસ્પિટલ પર બોમ્બમારો, 400 લોકોના મોત












Click it and Unblock the Notifications
