For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઈમરાનને કેપ્ટન અમરિંદરે કહ્યુ, ‘જો તમે આતંકીઓનું કંઈ ન કરી શકતા હોય તો અમને કહો'

ઈમરાનના ઑડિયો મેસેજ બાદ એક વાર ફરીથી પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહની આક્રમક પ્રતિક્રિયા આવી છે.

|
Google Oneindia Gujarati News

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને મંગળવારે એક ઑડિયો અને વીડિયો મેસેજ રિલીઝ કર્યો છે. ઈમરાને આ વીડિયો પાકિસ્તાનના સરકારી રેડિયો ચેનલ રેડિયો પાકિસ્તાન માટે રિલીઝ કર્યો. ઈમરાન પુલવામામાં થયેલા આતંકી હુમલામાં પોતાના દેશનો હાથ હોવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો. ઈમરાનના આ ઑડિયો મેસેજ બાદ એક વાર ફરીથી પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહની આક્રમક પ્રતિક્રિયા આવી છે. કેપ્ટન સિંહે એક વાર ફરીથી ઈમરાન પર નિશાન સાધ્યુ છે અને કહ્યુ છે કે પાકમાં જ જૈશનો પ્રમુખ મસૂદ અઝહર હાજર છે.

મસૂદ અઝહરને પકડો

કેપ્ટન અમરિંદરે ઈમરાનના મેસેજ બાદ ટ્વીટ કર્યુ. કેપ્ટને લખ્યુ, ‘ડિયર ઈમરાન ખાન, તમારી પાસે જૈશનો ચીફ મસૂદ અઝહર છે જે બહાવલપુરમાં બેઠો છે અને તેણે આ હુમલાને આઈએસઆઈની મદદથી અંજામ આપ્યો છે. જો તમે તેને ત્યાંથી ન પકડી શકતા હોવ તો અમને કહો અમે આ કામ તમારા માટે કરીશુ. જો કે તમને યાદ કરાવી દઈએ કે મુંબઈમાં 26/11 આતંકી હુમલા બાદ તમને ઘણા પુરાવા આપવામાં આવ્યા હતા. હવે કંઈક કરવાનો સમય છે.' પુલવામા હુમલા બાદ કેપ્ટન અમરિંદરની આગેવાનીમાં પંજાબ વિધાનસભામાં પાકિસ્તાનની નિંદાનો પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો હતો.

બાજવાને લલકાર્યો

બાજવાને લલકાર્યો

તે સમયના સીએમ તરફથી નિવેદન આપવામાં આવ્યુ હતુ કે આ હુમલા માટે સીધી રીતે પાકિસ્તાન જવાબદાર છે. આ સાથે તેમણે પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાને પણ પડકાર્યા હતા. તેમણે કહ્યુ હતુ, ‘બાજવા પણ પંજાબી છે અને હું પણ પંજાબી છુ. મેદાનમાં આવી જાય જનરલ સાહેબ તો બતાવી દઈશ કે કોણ કેટલો મોટો પંજાબી છે.'

કરતારપુર કૉરિડોર પર આપ્યો જવાબ

કરતારપુર કૉરિડોર પર આપ્યો જવાબ

કેપ્ટન અમરિંદરે નવેમ્બર 2018માં પણ પાક પીએમ ઈમરાનને આ રીતનો જવાબ આપ્યો હતો. તે સમયે તેમણે પાકિસ્તાન તરફથી કરતારપુર કૉરિડોરના ઉદઘાટન માટે આમંત્રિત કર્યા હતા. સીએમ અમરિંદરે પાકને આમંત્રણને એમ કહીને ઠુકરાવી દીધુ હતુ કે પાકની સરજમીન પર ભારતીય સૈનિકોની શહીદીના ષડયંત્ર રચાય છે એટલા માટે તે આવવા નથી ઈચ્છતા. કેપ્ટને ચિઠ્ઠી લખીને પાકિસ્તાનને ના કહી હતી.

આર્મી ઓફિસર રહ્યા છે કેપ્ટન

આર્મી ઓફિસર રહ્યા છે કેપ્ટન

પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ ઈન્ડિયન આર્મિના એક ઓફિસર પણ રહ્યા છે અને તેમણે વર્ષ 1962માં ચીન સામે યુદ્ધમાં ભાગ લીધો હતો. કેપ્ટને પોતાની ચિઠ્ઠીમાં જે પહેલુ કારણ પાકિસ્તાનને જણાવ્યુ હતુ તે છે સતત નિયંત્રણ રેખા (એલઓસી) પપ પાકિસ્તાન તરફથી થતા આતંકી હુમલા. કેપ્ટને લખ્યુ હતુ, ‘એક પણ દિવસ એવો નથી જ્યારે કોઈ ભારતીય સૈનિક જમ્મુ કાશ્મીરમાં શહીદ ન થઈ રહ્યો હોય. થોડા દિવસ પહેલા એલઓસી પર થયેલા આતંકી હુમલામાં તેમની બટાલિયનના એક મેજર અને અમુક જવાન શહીદ થઈ ગયા છે.'

આ પણ વાંચોઃ આતંકની આહટ મળતા જ ગુજરાતની સુરક્ષા અભેદ્ય બનાવાઈઆ પણ વાંચોઃ આતંકની આહટ મળતા જ ગુજરાતની સુરક્ષા અભેદ્ય બનાવાઈ

English summary
Punjab CM Captain Amarinder Singh lashes out at Pakistan PM Imran Khan after his statement.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X