પંજાબે 1 વર્ષમાં ભેગુ કર્યુ દોઢ હજાર કરોડ રૂપિયાથી વધુ GST કલેક્શન, ગયા વર્ષથી 51% વધુ

પંજાબે 1 વર્ષમાં દોઢ હજાર કરોડ રૂપિયાથી વધુ જીએસટી કલેક્શન કર્યુ.

ચંદીગઢઃ પંજાબે એક વર્ષમાં દોઢ હજાર કરોડ રુપિયાથી વધુ જીએસટી કલેક્શન કર્યુ છે. ડેટા મુજબ ગયા વર્ષે એટલે કે જૂન-2021 સુધી પંજાબે 1111 કરોડ રૂપિયાનો GST હાંસલ કર્યો હતો. જ્યારે આ વર્ષે તે 51% વધીને 1683 કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે. આ ઘણા રાજ્યો કરતાં વધુ છે.

mann

પંજાબમાં હવે આમ આદમી પાર્ટીની સરકાર છે. મુખ્યમંત્રી ભગવંત માને પોતે આવક વધારવા માટે ઘણા પગલાં લીધા છે. તેમણે દારૂ દ્વારા 9 હજાર કરોડથી વધુની આવક વધારવા પર ધ્યાન કેન્દ્રિત કર્યુ છે. આ ઉપરાંત રાજ્ય સરકાર ગેરકાયદેસર રીતે કબજે કરેલી જમીનો પણ મુક્ત કરી રહી છે. જેના વિશે વાત કરતા મુખ્યમંત્રીએ તાજેતરમાં કહ્યુ હતુ કે જો 60 હજાર એકર જમીન અતિક્રમણમાંથી મુક્ત કરવામાં આવે તો પંજાબનુ દેવુ સમાપ્ત થઈ શકે છે.

પંજાબ GST અધિકારીઓના જણાવ્યા મુજબ અહીં વધી રહેલા GST આંકડા સૂચવે છે કે રાજ્યમાં ગ્રાહક ઉત્પાદનો અને સેવાઓની માંગ વધી રહી છે. જો આપણે પાડોશી રાજ્ય હરિયાણાની વાત કરીએ તો GST કલેક્શનના મામલે તે પંજાબથી આગળ છે. આ વર્ષે તે 51 ટકા વધીને 1683 કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે. હરિયાણાએ 77% વૃદ્ધિ સાથે રૂ. 6714 કરોડની આવક હાંસલ કરી છે. ગયા વર્ષે જૂન મહિનામાં હરિયાણાને 3801 કરોડ રૂપિયાની આવક થઈ હતી. વળી, આ વખતે હિમાચલમાં પણ જૂન મહિનામાં GST કલેક્શનમાં 34%નો વધારો નોંધાયો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X