Punjab Cricketer bribe case:સરકારી નોકરી માટે ક્રિકેટર પાસે પૈસા માંગવાનો આરોપ, CM ભગવંત માને ચન્નીને આપી ધમકી
Punjab Cricketer bribe case : પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પૂર્વ CM ચરણજીત સિંહ ચન્ની પર એક ક્રિકેટરને સરકારી આપવા માટે 2 કરોડની લાંચ માંગવાનો આરોપ લગાવ્યો છે. ભગવંત માને આ દાવો કરી પંજાબના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે.
આ બાબતે ચરણજીત સિંહ ચન્નીએ સફાઇ આપતા જણાવ્યું હતું કે, તેમણે સીધી રીતે કે સંબંધીઓની મદદથી પૈસા માંગવાની કોશિશ કરી નથી. જે સામે ભગવંત માને ચેતવણી આપી હતી કે, મારું મોં ન ખોલાવો, ઢાંકેલું છે, ત્યાં સુધી બધું સારું છે.

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને સંગરુરમાં દિરબા અને ચીમા ખાતે તહેસીલ સંકુલની સ્થાપના માટે શિલાન્યાસ કર્યા બાદ એક સભાને સંબોધિત કરી હતી. આ સંબોધનમાં દાવો કર્યો હતો કે, જ્યારે તેઓ ગયા અઠવાડિયે ધર્મશાલામાં ઈન્ડિયન પ્રીમિયર લીગની મેચ જોવા હિમાચલ પ્રદેશમાં હતા ત્યારે પંજાબના એક ક્રિકેટરને મળ્યા હતા.
ચન્નીને મળ્યા હતા ક્રિકેટર અને તેના પિતા - ભગવંત માને જણાવ્યું હતું કે, હું તેનું નામ જાહેર નહીં કરું. તે પંજાબની ટીમમાં રમે છે. મુખ્યમંત્રીએ દાવો કર્યો કે, ક્રિકેટરે મને કહ્યું કે, તેમણે સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ સરકારી નોકરી માટે અરજી કરી છે. ભગવંત માને જણાવ્યું હતું કે, જ્યારે અમરિંદર સિંહ મુખ્યમંત્રી હતા, ત્યારે ક્રિકેટરને કહેવામાં આવ્યું હતું કે, તેને નોકરી મળશે.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને દાવો કર્યો હતો કે, ક્રિકેટર અને તેના પિતા ફરીથી ચન્નીને મળ્યા, જેમને અમરિંદર સિંહની જગ્યાએ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. જે બાદ ચન્નીએ તેમને તેમના ભત્રીજાને મળવા જણાવ્યું હતું. મુખ્યપ્રધાન માનએ દાવો કર્યો હતો કે, ક્રિકેટરે તેમને જણાવ્યું હતું કે તે ચન્નીના ભત્રિજાએ તેના પાસે 2 કરોડની માંગ કરી હતી.
ચરણજીત ચન્નીનો ખુલાસો - ભગવંત માનના આરોપ બાદ પૂર્વ મુખ્યમંત્રી ચન્ની ઐતિહાસિક ગુરુદ્વારા શ્રી કતલગઢ સાહિબ પહોંચ્યા હતા. તેમણે શ્રી ગુરુ ગ્રંથ સાહિબ સમક્ષ પ્રાર્થના કરી અને આ અંગે ખુલાસો આપ્યો હતો. ચન્નીએ કહ્યું કે, તેણે ન તો સીધા કે ન તો તેના સંબંધીઓ દ્વારા નોકરી કે ટ્રાન્સફર માટે પૈસા લીધા છે. તેમણે કહ્યું કે, ભગવંત માનના તમામ શબ્દો જૂઠાણાના પાયા પર ટકે છે.
મારુ મોં ન ખોલાવો, બધું ઢાંકેલું સારુ છે' - ભગવંત માનએ ચન્નીને મોં ન ખોલાવાની સલાહ આપી હતી. પૂર્વ મુખ્યમંત્રીએ પહેલા પોતાના ભત્રીજા અને ભાઈઓ સાથે જઈને વાત કરવી જોઈએ. તેમને પૂછો કે, કોણે પૈસા માંગ્યા હતા, તો જવાબ આપો. પંજાબના સીએમએ વધુમાં કહ્યું કે, 'મામલાને ઢાંકીને રાખવું વધુ સારું છે, નહીં તો 3-4 દિવસમાં અમે ખેલાડીને પણ રજૂ કરીશું. આ બાબતે પણ તપાસ કરાવશે.












Click it and Unblock the Notifications
