ગુનાહિત પ્રવૃતિ અટકાવવા માટે પંજાબના DGPએ આપ્યો આદેશ - સોશિયલ મીડિયામાંથી હટાવો હથિયારો વાળી પોસ્ટ
ગન કલ્ચર સામે પંજાબની માન સરકારે પોલીસને આદેશ આપ્યો છે. જેમાં મુખ્યમંત્રી ભગવંત માનની સૂચનાથી પંજાબ પોલીસે લોકોને ગન કલ્ચર દર્શાવતા ફોટોગ્રાફ્સને સોશિયલ મીડિયા પરથી હટાવવા માટે આદેશ કર્યો છે.
ગન કલ્ચર સામે પંજાબની માન સરકારે પોલીસને આદેશ આપ્યો છે. જેમાં મુખ્યમંત્રી ભગવંત માનની સૂચનાથી પંજાબ પોલીસે લોકોને ગન કલ્ચર દર્શાવતા ફોટોગ્રાફ્સને સોશિયલ મીડિયા પરથી હટાવવા માટે આદેશ કર્યો છે. આ માટે પંજાબ પોલીસે લોકોને 3 દિવસનો સમય આપ્યો છે. આ અંતર્ગત પંજાબ DGP ગૌરવ યાદવે ટ્વીટ કરીને જાણકારી આપી છે.

સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર હથિયારોના પ્રદર્શનથી સંબંધિત કોઈપણ પ્રકારના કન્ટેન્ટને 72 કલાકની અંદર દૂર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. DGPએ જણાવ્યું હતું કે, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન દ્વારા આ માટે 3 દિવસનો સમય આપવા સૂચના આપવામાં આવી છે. આવી સ્થિતિમાં દરેક વ્યક્તિએ આ દરમિયાન ગન કલ્ચર સાથે સંબંધિત વાંધાજનક કન્ટેન્ટને દૂર કરવી જોઈએ.












Click it and Unblock the Notifications
