For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પંજાબની સ્કૂલોમાં ભણતા વિદ્યાર્થીઓ માટે શિક્ષણ વિભાગે જાહેર કર્યા 13.80 લાખ, જાણો કારણ

પંજાબ સરકાર દ્વારા રાજ્યની શાળાઓમાં વિદ્યાર્થીઓના અભ્યાસનુ સ્તર ઉંચુ લાવવા માટે એક નિર્ણય કરવામાં આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

Punjab Latest News: પંજાબ સરકાર દ્વારા રાજ્યની શાળાઓમાં વિદ્યાર્થીઓના અભ્યાસનુ સ્તર ઉંચુ લાવવા માટે એક નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યભરની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં ગણિત અને વિજ્ઞાનમાં રસ પેદા કરવા માટે શાળા શિક્ષણ વિભાગ પંજાબે તમામ સરકારી હાઈ અને સીનિયર સેકન્ડરી સ્કૂલોમાં વિજ્ઞાન અને ગણિત ક્લબ બનાવવાનો નિર્ણય કર્યો છે. આ સાયન્સ અને મેથ્સ ક્લબ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક વિચાર અને અભિગમને વધારશે.

school

આ સંદર્ભે જાહેર કરાયેલા પત્રમાં કહેવામાં આવ્યુ છે કે આ હેતુ માટે વિભાગ દ્વારા તમામ શાળાઓને પ્રતિ ક્લબ દીઠ 2000 રૂપિયા (કુલ 4000 રૂપિયા) આપવામાં આવ્યા છે. લુધિયાણામાં કુલ 345 શાળાઓને 13.80 લાખ રૂપિયાની રકમ જાહેર કરવામાં આવી છે. પત્રમાં કહેવામાં આવ્યુ છે કે આ રકમનો ઉપયોગ શાળાઓમાં ગણિત અને વિજ્ઞાન વિષયોને લગતી પ્રવૃત્તિઓ/સ્પર્ધાઓ કરાવવા, વિજ્ઞાન અને ગણિત વિષય સાથે સંબંધિત બાલા કાર્ય કરાવવા, સાયન્સ મેથ પાર્ક સંબંધિત સામાન ખરીદવા માટે કરવામાં આવશે.

English summary
Punjab Government announced Rs 13.80 lakh for students studying in schools, know the reason
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X