For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પંજાબમાં ફટાકડા વેચવા અંગે જાહેર થયો આદેશ, જાણો શું છે નિયમ

દિવાળીમાં ફટાકડાને વેચાણ માટે પંજાબ સરકારે નિયમો જાહેર કર્યા છે જે જાણવા જરુરી છે.

|
Google Oneindia Gujarati News

હોશિયારપુરઃ દિવાળીમાં ફટાકડાને વેચાણ માટે પંજાબ સરકારે નિયમો જાહેર કર્યા છે જે જાણવા જરુરી છે. પંજાબમાં હોશિયારપુર જિલ્લા મેજિસ્ટ્રેટ સંદીપ હંસે કહ્યુ કે આ વર્ષે દિવાળીના તહેવાર દરમિયાન રિટેલમાં ફટાકડાના વેચાણ માટે અસ્થાયી લાયસન્સ જાહેર કરવામાં આવશે. તેમણે કહ્યુ કે આ લાયસન્સ ડ્રો પ્રક્રિયા દ્વારા જાહેર કરાશે. તેમણે કહ્યુ કે આ અંગે આવેદન સંબંધિત ઉપ મંડળ મેજિસ્ટ્રેટના કાર્યાલયમાં મળશે. ઉમેદવાર 30 સપ્ટેમ્બરથી 7 ઓક્ટોબર સાંજે 5 વાગ્યા સુધી પોતાના વિસ્તારના સંબંધિત સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ કાર્યાલય સ્થિત સર્વિસ સેન્ટરના માધ્યમથી ફી જમા કરીને આવેદન કરી શકે છે. તેમણે કહ્યુ કે આવેદક એક સ્વ-ઘોષણા પત્ર, 2 પાસપોર્ટ સાઈઝ ફોટો અને નિવાસ/આધાર કાર્ડના પ્રમાણની એક કૉપી લગાવવાનુ સુનિશ્ચત કરવુ.

fire crackers

તેમણે કહ્યુ કે આ લાયસન્સની ડ્રો પ્રક્રિયા/લૉટરી સિસ્ટમ દ્વારા 10 ઓક્ટોબરે સવારે 10 વાગે જિલ્લા પ્રશાસન પરિસર, હોશિયારપુરના મીટિંગ હૉલમાં કરવામાં આવશે. આ અસ્થાઈ લાયસન્સ પ્રશાસન દ્વારા નિર્ધારિત સ્થળોએ જ ફટાકડા વેચવા માટે જાહેર કરવામાં આવશે. તેમણે સામાન્ય જનતાને કોવિડ-19ના નિર્દેશોનુ પાલન કરીને આ પ્રક્રિયા/ડ્રો દરમિયાન સોશિયલ ડિસ્ટંસીંગ અને માસ્ક પહેરવાનુ સુનિશ્ચિત કરવાના નિર્દેશ આપ્યા. ઈચ્છુક ઉમેદવાર રિટેલ ફટાકડા માટે પ્રશાસન દ્વારા નિર્દિષ્ટ સ્થળો માટે પોતાનુ આવેદન જમા કરી શકે છે. તેમણે કહ્યુ કે જિલ્લા પ્રશાસન હોશિયારપુર જિલ્લામાં 19 સ્થળોએ રિટેલ ફટાકડાની વેચાણ માટે 57 અસ્થાયી લાયસન્સ જાહેર કરશે.

તેમણે કહ્યુ કે જો કોઈ ફટાકડા વિક્રેતા અસ્થાયી લાયસન્સ તેમજ નિર્ધારિત સ્થળો ઉપરાંત ફટાકડા વેચતા જોવા મળશે તો તેની સામે નિયમાનુસાર કડક કાર્યવાહી કરવામાં આવશે. ડેપ્યુટી કમિશ્નર સંદીપ હંસે હોશિયારપુર સબ ડિવિઝને દશેરા ગ્રાઉન્ડ(નવી વસ્તી) હોશિયારપુર માટે, 14 જિલ્લા પરિષદ માર્કેટ માટે 6, રોશન ગ્રાઉન્ડ હોશિયારપુર માટૈ 2, રામલીલા ગ્રાઉન્ડ હરિયાણા 3, બુલ્લોવાલ ખુલ્લા સ્થળે એક, ચબ્બેવાલ ખુલ્લા સ્થળે એક લાયસન્સ જાહેર કરવામાં આવશે. સબ ડિવીઝન ગઢશંકર માટે સૈન્ય મેદાન માટે 4, મહિલાપુર-ફગવાડા માર્ગ પર નગર પંચાયત મહિલાપુરની જગ્યાએ 3, કોટ ફતુહીમાં બિંજો રોડ પર ખાલી જગ્યા માટે 2 લાયસન્સ જાહેર કરવામાં આવશે.

English summary
Punjab government announced rules regarding sale of firecrackers,
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X