પંજાબ સરકારની સરકારી કર્મચારીઓ માટે મોટી જાહેરાત, જૂની પેન્શન યોજના લાગુ કરાઈ!
પંજાબમાં આમ આદમી પાર્ટીની ભગવત માન સરકાર એક પછી એક મોટા નિર્ણયો લઈ રહી છે. હવે પંજાબમાં સરકારી કર્મચારીઓની ભલાઈ માટે ભગવંત માન સરકારે મોટુ પગલુ ભર્યુ છે.
પંજાબ : પંજાબમાં આમ આદમી પાર્ટીની ભગવત માન સરકાર એક પછી એક મોટા નિર્ણયો લઈ રહી છે. હવે પંજાબમાં સરકારી કર્મચારીઓની ભલાઈ માટે ભગવંત માન સરકારે મોટુ પગલુ ભર્યુ છે. આ અંતર્ગત પંજાબ સરકારે રાજ્યમાં જૂની પેન્સન યોજના લાગુ કરવાની જાહેરાત કરી છે.

મુખ્યમંત્રી કાર્યાલયના પ્રવક્તા દ્વારા જણાવ્યા અનુસાર, આ સંબંધી નિર્ણય આજે પંજાબ સચિવાયલમાં મંત્રીમંડળની બેઠકમાં લેવામાં આવ્યો. હવે કર્મચારીઓને જૂની પેન્શન યોજના અને નવી પેન્શન યોજના બન્ને લાગુ કરવાના અધિકાર હશે.
અહીં તમને જણાવી દઈએ કે, પંજાબમાં જૂની પેન્શન યોજના 2004માં બંધ કરી દેવાઈ હતી. ત્યારથી નવી યોજના અનુસાર પેન્શન આપવામાં આવી રહ્યું હતુ. જેને લઈને લાંબા સમયથી કર્મચારીઓ જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ કરી રહ્યા હતા.
પંજાબ સરકારે કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લીધો છે. આ નિર્ણયથી પંજાબના સરકારી કર્મચારીઓને મોટો ફાયદો થશે.












Click it and Unblock the Notifications
