કુદરતી આફતોથી ખેડૂતોને બચાવવા પંજાબ સરકાર એક્શનમાં, રાજ્ય સરકાર પુરી તૈયારીઓ કરશે!
પંજાબમાં આમ આદમી પાર્ટીની નવી સરકાર સતત એક્શનમાં જોવા મળી રહી છે. સરકારી કર્મચારીઓથી લઈને ખેડૂતો સુધી, તમામ માટે મોટા પગલાઓ ભરવામાં આવી રહ્યા છે. હવે પંજાબ સરકાર ખેડૂતો માટે એક્શમમાં દેખાઈ રહી છે.
પંજાબ : પંજાબમાં આમ આદમી પાર્ટીની નવી સરકાર સતત એક્શનમાં જોવા મળી રહી છે. સરકારી કર્મચારીઓથી લઈને ખેડૂતો સુધી, તમામ માટે મોટા પગલાઓ ભરવામાં આવી રહ્યા છે. હવે પંજાબ સરકાર ખેડૂતો માટે એક્શમમાં દેખાઈ રહી છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું કે, પંજાબ સરકાર રાજ્યના ખેડૂતોને કુદરતી આફતોથી બચાવવા માટે પ્રતિબદ્ધ છે. આ માટે કડક વ્યવસ્થા કરવામાં આવશે.

મુખ્યમંત્રીએ પંજાબ ભવનમાં ખેડૂતો સાથે બેઠક દરમિયાન કહ્યું કેસ, રાજ્ય સરકાર આ કામમાં કોઈ કસર છોડશે નહીં. તેમણે કહ્યું કે તમામ ડેપ્યુટી કમિશનરોને ખેડૂતોને થયેલા નુકસાનનું યોગ્ય આકલન સુનિશ્ચિત કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે. ભગવંત માને કહ્યું હતું કે ખેડૂતોને થયેલા નુકસાનની ભરપાઈ કરવામાં આવશે.
ભગવંત માને આગળ કહ્યું કે, જીવાતોના હુમલાથી જે ખેડૂતોને નુકસાન થયું છે તેમને પણ પૂરતું વળતર આપવામાં આવશે. સરકાર રાજ્યના ખેડૂતોના કલ્યાણ માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. ભગવંત માને કહ્યું કે, સંકટની આ ઘડીમાં ખેડૂતોને મદદ કરવી એ સરકારની ફરજ છે.
અન્ય એક મુદ્દાનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું કે, ખેડૂતોને તેમની એક ઇંચ પણ જમીનના સંપાદન માટે પૂરતું વળતર આપવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકાર ખેડૂતોના હિતોના રક્ષણ માટે પ્રતિબદ્ધ છે. ભગવંત માને કહ્યું કે આ અંગે ડેપ્યુટી કમિશનરોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.
ભગવંત માને ફરીથી બજારોમાં ખેડૂતો પાસેથી અનાજ ખરીદવાની વાતને દોહરાવી હતી. તેમણે કહ્યું કે, રાજ્ય સરકારે ખેડૂતોના સોના જેવા પાકને બજારમાં પહોંચતાની સાથે જ ખરીદવાની વ્યવસ્થા કરી છે. ભગવંત માને જણાવ્યું કે, મંડીઓમાં અનાજની સરળ ખરીદી સુનિશ્ચિત કરવામાં આવી રહી છે, જેથી ખેડૂતોને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો ન પડે.
મુખ્યમંત્રીએ ખેડૂતોને ખાતરી આપી કે, ખેડૂત આંદોલન દરમિયાન નોંધાયેલી એફઆઈઆર દૂર કરવા માટે તાત્કાલિક પગલાં લેશે. આ મુદ્દો રેલ્વે મંત્રાલય અને ભારત સરકાર સમક્ષ ઉઠાવશે. તેમણે કહ્યું કે, રાજ્ય સરકારે ખેડૂતોના આંદોલન દરમિયાન ખેડૂતો વિરુદ્ધ FIR નોંધી હતી. જેને દુર કરવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. ભગવંત માને કહ્યું કે ખેડૂતોને રાહત આપવામાં કોઈ કસર બાકી રાખવામાં આવશે નહીં.
મુખ્યમંત્રીએ આગળ કહ્યું કે, રાજ્ય સરકાર વીજ વિતરણના ખાનગીકરણની સંપૂર્ણપણે વિરુદ્ધ છે. તેમણે કહ્યું કે રાજ્ય સરકાર કેન્દ્રના આવા કોઈપણ પગલાનો સખત વિરોધ કરશે. ભગવંત માને કહ્યું કે, ભારત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા બિલના વિરોધમાં રાજ્ય સરકાર સંપૂર્ણપણે ખેડૂતોની સાથે છે. મુખ્યમંત્રીએ ખેડૂતોને જણાવ્યું કે, રાજ્ય સરકાર ડાંગરની પરાળીનાવ્યવસ્થાપન માટે શક્ય તમામ પ્રયાસો કરી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, ખેડૂતોએ ડાંગરની પરાળી ન સળગાવીને આ ઉમદા કાર્યમાં રાજ્ય સરકારને સહકાર આપવો જોઈએ. ભગવંત માને કહ્યું કે રાજ્યના પર્યાવરણને બચાવવું એ સમયની જરૂરિયાત છે.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત



Click it and Unblock the Notifications
