For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પંજાબ સરકારે મુસ્લિમ બહુમતી ધરાવતા જિલ્લાઓ માટે મોટી જાહેરાત કરી.

પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ ભગવંત માન સતત મોટી જાહેરાતો કરી રહ્યા છે. હવે પંજાબ સરકારે મુસ્લિમોની બહુમતી ધરાવતા જિલ્લાઓ માટે મોટી જાહેરાત કરી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

ચંદીગઢ : પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ ભગવંત માન સતત મોટી જાહેરાતો કરી રહ્યા છે. હવે પંજાબ સરકારે મુસ્લિમોની બહુમતી ધરાવતા જિલ્લાઓ માટે મોટી જાહેરાત કરી છે. માલેરકોટલા મેડિકલ કોલેજ અને ગુરદાસપુરના કલાનૌરમાં એગ્રીકલ્ચર કોલેજ સ્થાપવા ફંડ જારી કરાયુ છે. કેન્દ્ર સરકારે મેડિકલ કોલેજ માટે 325 કરોડ રૂપિયા જારી કર્યા છે તો પંજાબ સરકારે 23 કરોડના ખર્ચે એગ્રીકલ્ચર કોલેજ બિલ્ડિંગના નિર્માણ માટે જારી કર્યો છે.

Punjab government

પંજાબ સરકારના એક અધિકારીના જણાવ્યા અનુસાર, કેન્દ્રની મદદથી એગ્રીકલ્ચર કોલેજ પણ શરૂ કરવામાં આવનાર છે. માલેરકોટલામાં મેડિકલ કોલેજ લઘુમતીઓના આર્થિક, સામાજિક અને શૈક્ષણિક વિકાસ માટે વડાપ્રધાનના 15 સુત્રીય પ્રોગ્રામ હેઠળ બનાવવામાં આવશે. આ માટે કેન્દ્રની મોદી સરકારે 325.26 કરોડ રૂપિયા જાહેર કર્યા છે, જ્યારે 40 ટકા રકમ પંજાબ સરકારે આપવાની છે.

અહીં તમને જણાવી દઈએ કે, અગાઉ સી.એ. માલેરકોટલા જિલ્લાની રચના અમરેન્દ્ર સિંહની સરકારના સમયમાં કરવામાં આવી હતી અને તત્કાલિન મુખ્ય સચિવ વિન્ની મહાજનની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં માલેરકોટલામાં મેડિકલ કોલેજની સ્થાપના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ કોલેજ માટે જમીન પંજાબ સરકાર આપશે.

થોડા દિવસો પહેલા મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું હતું કે, માલેરકોટલાના કોટ શેરવાનીમાં મેડિકલ કોલેજ બનાવવામાં આવશે. આ કોલેજ મલેરકોટલાને તબીબી શિક્ષણના કેન્દ્ર તરીકે દેશના નકશા પર મૂકશે. આ સાથે મુખ્યમંત્રીએ ગુરદાસપુરના કલાનૌર શહેરમાં એગ્રીકલ્ચર કોલેજની સ્થાપનાને પણ મંજૂરી આપી હતી. કેન્દ્ર સરકારના સહયોગથી નિર્માણ પામી રહેલા આ બે ભવ્ય પ્રોજેકટનું કામ સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે મુખ્યમંત્રીએ અધિકારીઓને સૂચના પણ આપી હતી.

English summary
Punjab government made a big announcement for Muslim majority districts.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X