For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પંજાબ સરકારનુ મોટુ પગલુ, ટ્રેનથી કેરળ મોકલશે પરાલી

હવે પંજાબની પરાલી કેરળના દૂધાળા પશુઓ માટે મોકલવામાં આવશે.

|
Google Oneindia Gujarati News

ચંદીગઢઃ પરાલીની સમસ્યા ઉકેલવા માટે માન સરકાર એક પછી એક મોટા પગલાં લઈ રહી છે. જે બાદ હવે પંજાબની પરાલી કેરળના દૂધાળા પશુઓ માટે મોકલવામાં આવશે. ટૂંક સમયમાં જ પરાલીને પંજાબથી ગુડ્સ ટ્રેન દ્વારા કેરળ મોકલવામાં આવશે. રાજ્યમાં દર વર્ષે લગભગ 2 કરોડ ટન પરાલીનુ ઉત્પાદન થાય છે. હાલમાં હરિયાણાની સાથે કેન્દ્ર સરકાર પંજાબ પર પરાલી સળગાવવાનો સતત આરોપ લગાવી રહી છે. આ દરમિયાન પંજાબ સરકારનો આ એક મોટો નિર્ણય માનવામાં આવી રહ્યો છે.

CM Mann

કેરળના દરિયાકાંઠાના રાજ્યમાં ઓછી ખેતીલાયક જમીનને કારણે પશુધન માટે જરૂરી ઘાસચારો ઉત્પન્ન કરી શકાતો નથી, કેરળે પંજાબમાંથી પરાલી લેવાનુ નક્કી કર્યુ છે. દેશમાં દૂધ ઉત્પાદનમાં પંજાબ પછી કેરળનુ નામ આવે છે. બંને સરકારના આ નિર્ણયથી કેરળના લાખો દૂધ ઉત્પાદકોને ફાયદો થશે.

તમને જણાવી દઈએ કે મુખ્યમંત્રી ભગવંત માનની આગેવાની હેઠળની પંજાબ સરકારના પ્રયાસોને કારણે ગત વર્ષની સરખામણીમાં પરાલી બાળવાના કેસમાં લગભગ 30% ઘટાડો થયો છે. પંજાબના મુખ્ય સચિવ વિજય કુમાર જંજુઆએ કૃષિ, વિજ્ઞાન અને ટેકનોલોજી, પર્યાવરણ, PEDAના અધિકારીઓ અને ડેપ્યુટી કમિશનર સાથે ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરીને ખેડુતોને વધુને વધુ પ્રોત્સાહિત કરવા અને પરાલી ન બાળવા સૂચના આપી હતી. તેમણે ડેપ્યુટી કમિશનરોને પણ જણાવ્યુ હતુ કે તેઓ એવા ખેડૂતોનુ સન્માન કરે જેમણે પરાલી બાળવાનુ બંધ કરવાના આ ઉમદા હેતુમાં યોગદાન આપ્યુ છે.

English summary
Punjab government's big decision stubble will be sent to Kerala by train
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X