For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પંજાબમાં શહીદોના નામ પર હશે સ્કૂલોના નામ, શિક્ષણ મંત્રી હરજોત સિંહ બેંસનુ એલાન

પંજાબ સરકારે હવે રાજ્યની તમામ સરકારી શાળાઓને શહીદો અને સ્વાતંત્ર્ય સેનાનીઓના નામ પર રાખવાનો નિર્ણય કર્યો છે.

|
Google Oneindia Gujarati News

Punjab News: પંજાબ સરકારે હવે રાજ્યની તમામ સરકારી શાળાઓને શહીદો અને સ્વાતંત્ર્ય સેનાનીઓના નામ પર રાખવાનો નિર્ણય કર્યો છે. પંજાબના સ્કૂલ એજ્યુકેશન મિનિસ્ટર હરજોત સિંહ બેંસે કહ્યુ કે 80 ટકાથી વધુ પંજાબીઓએ સ્વતંત્રતા સંગ્રામમાં બલિદાન આપ્યુ છે.

Punjab gov

હરજોત સિંહ બેંસે કહ્યુ કે દેશની એકતા અને અખંડિતતા જાળવવા માટે મોટી સંખ્યામાં પંજાબીઓએ સરહદોની રક્ષા કરતી વખતે બલિદાન આપ્યુ છે. 75માં સ્વતંત્રતા દિવસ અમૃત મહોત્સવના અવસર પર પંજાબ સરકારે સરકારી શાળાઓને શહીદો અને સ્વતંત્રતા સેનાનીઓના નામ પર રાખવાનો નિર્ણય કર્યો છે જેથી આવનારી પેઢીઓ તેમના વિશે જાણી શકે.

જે શાળાઓ શહીદો/સ્વાતંત્ર્ય સેનાનીઓના નામ પર રાખવામાં આવશે તે શાળાઓ માટે ગ્રામ પંચાયત અને શાળા વ્યવસ્થાપન સમિતિ ઠરાવ પસાર કરશે અને શહીદો/સ્વતંત્રતા સેનાનીઓની જીવનચરિત્ર નોંધ અને સરકાર દ્વારા તેમની શહીદી બદલ આપવામાં આવતા મેડલની માહિતી શાળાના આચાર્યના માધ્યમથી આગામી એક મહિનામાં રાજ્યના હેટ ક્વાર્ટર પર મોકલવામાં આવશે.

English summary
Punjab government schools will be named on martyrs and freedom fighters
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X