પંજાબ સરકાર યુવાનોને ફ્રી UPSC કોચિંગ આપશે, 10 સેન્ટર શરૂ કરાશે
પંજાબની ભગવંત માન સરકાર દિલ્હીની જેમ પંજાબમાં પણ યુવાનો માટે વિવિધ પગલા ભરી રહી છે. હવે મુખ્યમંત્રી ભગવંત માને રાજ્યના યુવાનો માટે મોટી જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ભગવંત માને મીડિયા સાથે વાત કરતા જણાવ્યુ કે, રાજ્યના યુવાનોને વ્યાજ મુક્ત લોન માટે જલ્દી યોજના શરૂ કરાશે. તેમણે કહ્યું કે, આનાથી યુવાનોને સ્વ-રોજગાર શરૂ કરવામાં મદદ મળશે. અહીં મુખ્યમંત્રીએ જાહેરાત કરી કે, યુવાનો સાતે સંવાદ કરવા મહિનામાં બે વખત નૌજવાન સભાનું આયોજન કરાશે.

મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું કે, આ સભાનો ઉદેશ્ય યુવાનો સાથે સીધો સંવાદ કાયમ કરવાનો અને તેમના પ્રતિભાવો મેળવવાનો છે. આનાખી સરકાર તેમના માટે નવા કારોબાર શરૂ કરવા અને નવી પહેલ કરવા નીતિ બનાવી શકશે. મુખ્યમંત્રીએ આગળ કહ્યું કે, કૃષિ, પરિવહન અને અન્ય ક્ષેત્રોને પ્રોત્સાહન આપવા દર 15 દિવસે યુવાનો સાથે ચર્ચા કરવામાં આવશે અને તેમના સૂચનો લેવામાં આવશે.
અહીં મુખ્યમંત્રી ભગવંત માને મોટી જાહેરાત કરી અને જણાવ્યુ કે, રાજ્ય સરકાર યુવાનોને પરિક્ષાની ટ્રેનિંગ આપવા માટે 10 આધુનિક ટ્રેનિંગ સેન્ટર શરૂ કરશે. તેમણે કહ્યું કે, આ સેન્ટર યુવાનોને યુપીએસસી પરિક્ષા પાસ કરીને પ્રતિષ્ઠિત પદો પર પહોંચવા માટે ટ્રેનિંગ આપશે. તેમણે કહ્યું કે, રાજ્ય સરકારનો ઉદેશ્ય એ ભરોષો આપવાનો છે કે યુવાનો ઉચ્ચા હોદા પર પહોંચે, નહીં કે ગેરકાનુની કામ કરીને જેલ જાય.
અહીં તમને જણાવી દઈએ કે, પંજાબ સરકાર રાજ્યમાં વિવિધ વર્ગો માટે વિવિધ યોજનાઓથી પાયાના ફેરફાર કરીને મોટાપાયે સુધારા કરી રહી છે. હવે યુવાનો માટે સરકારે આ મોટી જાહેરાત કરી છે.












Click it and Unblock the Notifications
