પંજાબ સરકાર કોંગ્રેસના નેતાઓના રિપોર્ટ કાર્ડ જારી કરશે, જાણો શું છે પુરો મામલો?
પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ ભગવંત માન સરકાર કોંગ્રેસની જૂની સરકારની કામગીરીને લઈને સતત હમલાવર જોવા મળી રહી છે. હવે પંજાબ સરકાર કોંગ્રેસ સિનિયર નેતાઓ પર સિકંજો કસવાની તૈયારી કરી રહી છે.
જલંધર : પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ ભગવંત માન સરકાર કોંગ્રેસની જૂની સરકારની કામગીરીને લઈને સતત હમલાવર જોવા મળી રહી છે. હવે પંજાબ સરકાર કોંગ્રેસ સિનિયર નેતાઓ પર સિકંજો કસવાની તૈયારી કરી રહી છે. આ મામલો ગેંગસ્ટર મુખ્તાર અન્સારી સાથે જોડાયેલો છે અને અગાઉની કોંગ્રેસ સરકાર દરમિયાન રોપર સેન્ટ્રલ જેલમાં તેને વીઆઈપી સુવિધાઓ આપવાનો આરોપ છે, જેને લઈને કેસ નોંધવામાં આવ્યો હતો. કોંગ્રેસના વરિષ્ઠ કેન્દ્રીય કોંગ્રેસના નેતાઓની સૂચના પર પંજાબની તત્કાલિન સરકારે નિયમોની અવગણના કરીને ગેંગસ્ટર માટે 55 લાખ રૂપિયા ખર્ચ્યા હતા.

પંજાબના જેલ મંત્રી હરજોત સિંહ બેન્સના જણાવ્યા અનુસાર, આ કેસની તપાસ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. રિપોર્ટ સાંભળીને લોકોના પગ નીચેથી જમીન સરકી જશે. આ કેસમાં સંડોવાયેલા જેલ વિભાગના અધિકારીઓને પણ બક્ષવામાં આવશે નહીં. જેલ મંત્રી બેન્સે કહ્યું કે, આ કેસમાં માત્ર પંજાબ જ નહીં પરંતુ કેન્દ્રીય સ્તરના નેતાઓના નામ પણ સામે આવી રહ્યા છે અને આ કેસમાં તપાસ રિપોર્ટ કોઈ ધડાકાથી ઓછો નહીં હોય. કોના આદેશથી મુખ્તાર અંસારીને VVIP ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી? તેના માટે જેલ વિભાગે 55 લાખથી વધુનો ખર્ચ કર્યો હતો. અંસારીને યુપીની બાંદા જેલમાંથી ખંડણીના કેસમાં જાન્યુઆરી 2019માં પંજાબની રોપર જેલમાં લાવવામાં આવ્યો હતો.
ગેંગસ્ટર અંસારીને 25 થી વધુ કેદીઓ સાથેની કોટડીમાં રાખવામાં આવ્યો હતો, જ્યાં તેને તમામ સુવિધાઓ હતી. પંજાબ સરકારના દાવા મુજબ, તેની પત્ની ઘણીવાર તેમની સાથે આ સ્પેશિયલ સેલમાં રહેતી હતી. તેને રોપર જેલમાં લાવવા માટે મોહાલીમાં ગેંગસ્ટર સામે નકલી FIR દાખલ કરવામાં આવી હતી અને તેને 2 વર્ષ 3 મહિના માટે તમામ સુવિધાઓ આપવામાં આવી હતી. આ કેસમાં ચલણ પણ રજૂ કરવામાં આવ્યું ન હતું. અગાઉની સરકારે અન્સારીને એ રીતે રક્ષણ આપ્યું કે યુપી સરકારે ઓછામાં ઓછા 25 વખત ગેંગસ્ટરનું વોરંટ પર લેવાનો પ્રયાસ કર્યો પરંતુ તત્કાલીન સરકારે તેની કસ્ટડી ન આપી. યુપી સરકાર સુપ્રીમ કોર્ટમાં જતા પંજાબ સરકારે ગેંગસ્ટર અંસારીને બચાવવા વકીલો પર 55 લાખ રૂપિયા ખર્ચ્યા, જેની ફી પંજાબ સરકારની તિજોરીમાંથી ચૂકવવામાં આવી હતા.
અન્સારી પાસે જેલમાં મોબાઈલ ફોન પણ હતા. વીવીઆઈપી ટ્રીટમેન્ટ માટે કયા કેન્દ્રીય કોંગ્રેસના નેતાએ તત્કાલીન પંજાબ સરકારને સૂચના આપી હતી તેની તપાસ કરવામાં આવી રહી છે. AAP સરકારે પંજાબના પૂર્વ જેલ મંત્રી સુખજિંદર સિંહ રંધાવાને રડાર પર લીધા છે, કારણ કે જેલ વિભાગ તે સમયે તેમની પાસે હતો. 3 ઓક્ટોબરના રોજ પંજાબ વિધાનસભા સત્રમાં મંત્રી અમન અરોરા અને કેટલાક અન્ય મંત્રીઓએ ગૃહમાં કહ્યું હતું કે વિપક્ષ કોંગ્રેસમાં જોવા મળતા ઘણા ધારાસભ્યો અને પૂર્વ મંત્રીઓને જેલની સજા ભોગવવી પડશે. તપાસ ટીમ પાસે માહિતી છે કે તત્કાલીન કેટલાક મંત્રીઓને કોંગ્રેસના કેન્દ્રીય નેતાઓ દ્વારા સીધી સૂચના આપવામાં આવી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે કેપ્ટન અમરિન્દર સિંહની આગેવાની હેઠળની કોંગ્રેસ સરકારે અન્સારીના કેસ લડવા માટે સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલને સુનાવણી દીઠ 11 લાખ અને વકીલની ફી પર કુલ 55 લાખનો ખર્ચ કર્યો હતો. જે દિવસે સુનાવણી થઈ ન હતી તે દિવસે તેણે કથિત રીતે 5 લાખ રૂપિયા ચુકવાયા હતા.












Click it and Unblock the Notifications
