પંજાબના શિક્ષકો માટે ખુશીના સમાચાર, 9 હજાર શિક્ષકોને કાયમી કરાશે!
પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ સતત સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર આવી રહ્યા છે.
ચંદિગઢ : પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ સતત સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર આવી રહ્યા છે. પંજાબમાં ચૂંટણી દરમિયાન આમ આદમી પાર્ટીએ વાયદો કર્યો હતો કે પંજાબમાં જો તેમની સરકાર બનશે તો શિક્ષકોથી લઈને તમામ હંગામી કર્મચારીઓને કાયમી કરાશે. હવે આમ આદમી પાર્ટીની સરકાર પંજાબના શિક્ષકોને મોટી ભેટ આપવા જઈ રહી છે.

પંજાબ સરકારે આજે શિક્ષકો માટે મોટા સમાચાર આપ્યા છે. પંજાબ સરકારે 9 હજાર હંગામી શિક્ષકોને કાયમી કરવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ભગવંત માને ખૂદ ટ્વીટ કરીને આ મહિતી શિક્ષકોને આપી હતી.
મુખ્યમંત્રી ભગવંત માને ટ્વીટ કરીને જણાવ્યુ કે, હું તમારી સાથે એક સારા સમાચાર શેર કરી રહ્યો છું. શિક્ષકોને કાયમી કરવાનો નિર્ણય શિક્ષક દિવસના દિવસે લેવામાં આવ્યો હતો તે હવે પૂર્ણ થયો છે. 9 હજાર જેટલા કાચા શિક્ષકોને નિશ્ચિત કરવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. હવે અમે બાકીના માટે કામ કરીશું. વચન મુજબ 36 હજાર શિક્ષકોને પાક્કા કરીશું.
एक खुशखबरी साझा कर रहा हूं..अध्यापकों को पक्का करने का फैसला अध्यापक दिवस वाले दिन लिया था..वो पूरा हो गया है..
— Bhagwant Mann (@BhagwantMann) October 7, 2022
लगभग 9 हजार कच्चे अध्यापकों को पक्का करने वाला नोटिफिकेशन जारी कर दिया..अब बाकियों के लिए काम करेंगे..वादे मुताबक 36 हज़ार को पक्का करेंगे...
जो कहते हैं, वो करते हैं.. https://t.co/oI1nBkO5xE
અહીં તમને જણાવી દઈએ કે, પંજાબમાં આમ આદમી પાર્ટીએ રોજગારી અને શિક્ષણ જેવા મુદ્દાઓ પર ચૂંટણી લડી હતી. હવે પંજાબમાં સરકાર બન્યા બાદ એક પછી એક વાયદાઓ પુરા કરવામાં આવી રહ્યા છે.












Click it and Unblock the Notifications
