કોમનવેલ્થમાં બ્રોઝ મેડલ વિજેતા હરજિંદર કૌરની મદદે પંજાબ સરકાર, 5 લાખનો ચેક અપાયો
પંજાબ સરકાર સતત એક પછી એક મોટા પગલા ભરીને લોકોની સુખાકારી વધારવા પર ભાર મુકી રહી છે.
ચંદીગઢ : પંજાબ સરકાર સતત એક પછી એક મોટા પગલા ભરીને લોકોની સુખાકારી વધારવા પર ભાર મુકી રહી છે. પંજાબ સરકાર રાજ્યમાં રમત-ગમતને પ્રોત્સાહન આપવા માટે સતત પગલા ભરી રહી છે ત્યારે હવે પંજાબ સરકાર કોમનવેલ્થ ગેમ્સમાં બ્રોઝ મેડલ વિજેતા હરજિંદર કૌરની મદદે આવી છે.

પંજાબના મુખ્યમંત્રી બન્યા ત્યારથી જ ભગવંત માન રમત ગમતને લઈને ઘણા મોટા નિર્ણય લઈ ચુક્યા છે. હવે પંજાબ સરકારે કોમનવેલ્થ ગેમ્સમાં બ્રોઝ મેડલ વિજેતા હરજિંદર કૌરને 5 લાખનો ચેક અર્પણ કર્યો છે. આજે પંજાબ વિધાનસભાના સ્પીકર કુલતાર સિંહ સંઘવાએ હરજિંદર સિંહને વધુ તાલીમ માટે રૂપિયા પાંચ લાખનો ચેક અર્પણ કર્યો હતો.
પંજાબ વિધાનસભાના સ્પીકર કુલતાર સિંહ સંઘવાએ ચેક અર્પણ કરતા કહ્યું કે, પંજાબ સરકાર રાજ્યમાં રમતગમતને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે અને ખેલાડીઓને શક્ય તે રીતે મદદ કરવાનું ચાલુ રાખશે. હરજિંદર કૌરે કોમનવેલ્થ ગેમ્સ 2022માં 71 કિગ્રા વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
પંજાબ વિધાનસભામાં આ પ્રસંગે વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર એસ. જય કૃષ્ણ સિંહ રોડી, ધારાસભ્ય મનવિંદર સિંહ ગિયાસપુરા, ધારાસભ્ય ગુરલાલ ઘનૌર, ધારાસભ્ય ઈન્દ્રજીત કૌર માન, ધારાસભ્ય જગરૂપ સિંહ ગિલ, ધારાસભ્ય નછત્તર પાલ, ધારાસભ્ય સંદીપ જાખડ, ધારાસભ્ય સુખવિંદર કુમાર કોટલી અને ડાયરેક્ટર સ્પોર્ટ્સ, પંજાબી યુનિવર્સિટી પટિયાલાના પ્રોફેસર અજિતા પણ હાજર હતા.












Click it and Unblock the Notifications
