• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પંજાબઃ સ્કૂલોમાં જ બાળકોના નવા આધાર કાર્ડ બનાવવા અને બાયોમેટ્રિક અપડેશનની ફ્રી સુવિધા

વિદ્યાર્થીઓને સ્કૂલોમાં જ આધાર કાર્ડ બનાવવા અને અપડેટ કરાવવાની સુવિધા મળશે.
|
Google Oneindia Gujarati News

ગુરદાસપુરઃ વિદ્યાર્થીઓને સ્કૂલોમાં જ આધાર કાર્ડ બનાવવા અને અપડેટ કરાવવાની સુવિધા મળશે. આના માટે પંજાબ સરકારના ફૂડ એન્ડ સપ્લાઈ ડિપાર્ટમેન્ટ મેનપાવરની સાથે આધાર કિટ્સ નોડલ ઑફિસોને ઉપલબ્ધ કરાવશે. અધિકારીઓનુ કહેવુ છે કે આ સુવિધાનો લાભ 5થી 15 વર્ષ સુધીના બાળકો ઉઠાવી શકશે.

સરકારે સ્કૂલોમાં આ સુવિધા ઉપલબ્ધ કરાવી

તમને જણાવી દઈએ કે શાળાઓમાં ભણતા બાળકોને સ્ટાઈપેન્ડ માટે હવે આધાર કાર્ડ હોવુ જરૂરી છે. 5 થી 15 વર્ષની વય જૂથના બાળકો માટે આધાર બાયોમેટ્રિક અપડેટ ફરજિયાત છે. એટલા માટે સરકારે આ ફ્રી સુવિધા આપી છે. આ પ્રક્રિયા દરમિયાન સેવા પ્રદાતા BPEOને દરરોજનો અહેવાલ આપશે કે કઈ શાળા અને કેટલા વિદ્યાર્થીઓ અપડેટ થયા છે. વળી, શાળાના વડા મશીનો રાખવા માટે યોગ્ય રૂમની વ્યવસ્થા કરશે. જ્યાં ટેબલ, ખુરશીઓ અને ઇલેક્ટ્રિકલ પ્લગની યોગ્ય વ્યવસ્થા હોવી જોઈએ. આધાર અપડેટ માટે નિયુક્ત કરાયેલા સ્ટાફને સંપૂર્ણ સહકાર સુનિશ્ચિત કરવાનો રહેશે.

મળતી માહિતી મુજબ શાળાઓમાં એક આધાર કીટ વડે એક દિવસમાં લગભગ 70 વિદ્યાર્થીઓના આધાર અપડેટ કરી શકાય છે. તે મુજબ નોડલ શાળાઓને કિટ ઉપલબ્ધ કરાવવામાં આવશે. કુલ વિદ્યાર્થીઓની શાળાવાર સંખ્યા આપવામાં આવશે. જેમાં તે બાળકોનો પણ સમાવેશ થશે જેમના આધાર કાર્ડ જનરેટ થયા નથી. આ યાદી શિક્ષણ વિભાગના ઈ-પંજાબ પોર્ટલ પર શાળાના લૉગ-ઈન પરથી મેળવી શકાય છે. એક શિક્ષકે જણાવ્યુ કે સરકાર દ્વારા દરેક એજ્યુકેશન બ્લૉકને એક કીટ આપવામાં આવશે. જે જરૂરિયાત મુજબ બ્લૉકની તમામ શાળાઓમાં પહોંચાડવામાં આવશે.

નોડલ ઓફિસરના જણાવ્યા અનુસાર આ અંગે એક રોસ્ટર તૈયાર કરવામાં આવશે. તેમણે કહ્યુ કે પ્રાથમિક શાળાઓનુ રોસ્ટર DEO પ્રાથમિક જ્યારે મધ્યમ, ઉચ્ચ અને વરિષ્ઠ માધ્યમિક શાળાઓનું રોસ્ટર DEO માધ્યમિક દ્વારા તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત ખાનગી શાળાઓ માટે પણ કેટલીક કીટ અલગથી રાખવામાં આવશે. આ યોજના માટે DPI પ્રાથમિક શિક્ષણને રાજ્ય કક્ષાએ નોડલ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જિલ્લા કક્ષાએ પ્રાથમિક અને માધ્યમિક ડીઈઓ, બ્લૉક કક્ષાએ બીપીઈઓને નોડલ ઓફિસરની જવાબદારી સોંપવામાં આવી છે.

English summary
Punjab Govt provided New facility of making Aadhar cards and biometric updation of students in schools
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X