For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પંજાબ-હરિયાણા હાઈકોર્ટે સગીરાના લગ્નને ગણાવ્યા માન્ય, કહ્યુ - મુસ્લિમ છોકરીઓ 16ની ઉંમરે કરી શકે છે લગ્ન

પંજાબ-હરિયાણા હાઈકોર્ટે મુસ્લિમ યુવતીના લગ્નને લઈને અલગ ચુકાદો આપ્યો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ પંજાબ-હરિયાણા હાઈકોર્ટે મુસ્લિમ યુવતીના લગ્નને લઈને અલગ ચુકાદો આપ્યો છે. ઈસ્લામિક શરિયા નિયમનો ઉલ્લેખ કરીને કોર્ટે કહ્યુ કે મુસ્લિમ યુવતીના લગ્ન મુસ્લિમ પર્સનલ લૉ હેઠળ થાય છે. આ કારણે 16 વર્ષથી વધુ ઉંમરની મુસ્લિમ યુવતી પોતાની પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કરવા માટે સ્વતંત્ર છે. આ સિવાય કોર્ટે પઠાણકોટ પોલીસને અરજદારોને સુરક્ષા આપવાનો નિર્દેશ આપ્યો છે.

punjab

અરજદારોના જણાવ્યા મુજબ તેમના લગ્ન 8 જૂન, 2022ના રોજ મુસ્લિમ રિવાજો અનુસાર થયા હતા. જો કે તેનો પરિવાર આ માટે તૈયાર નહોતો જેના કારણે તેને સતત ધમકીઓ મળી રહી છે. જેથી તેણે હાઈકોર્ટમાં અરજી કરી છે. અરજદારે યુવતીની ઉંમર 16 વર્ષથી વધુ અને પોતાની ઉંમર 21 વર્ષ દર્શાવી હતી. આ સાથે તેણે પોતાની અરજીમાં બંનેને સુરક્ષા આપવાની માંગ કરી છે.

અરજદારે કહ્યુ હતુ કે, 'પ્રિન્સિપલ્સ ઑફ મોહમ્મડન લૉ' પુસ્તકની કલમ 195 મુજબ પિટિશનર 2 એટલે કે છોકરીની ઉંમર 16 વર્ષથી વધુ છે. તેથી તે પોતાની પસંદની છોકરી સાથે લગ્ન કરવા માટે સક્ષમ છે. આ સિવાય છોકરાની ઉંમર પણ 21 વર્ષ છે. આમ બંને અરજદારો મુસ્લિમ પર્સનલ લૉ દ્વારા પરિકલ્પિત લગ્ન કરવા યોગ્ય ઉંમરના છે.

આ કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ જસજીત સિંહ બેદીની સિંગલ બેન્ચે અવલોકન કર્યુ હતુ કે અરજદારોએ તેમના પરિવારના સભ્યોની મરજી વિરુદ્ધ લગ્ન કર્યા હોવાથી તેઓને ભારતના બંધારણના મૂળભૂત અધિકારોથી વંચિત ન કરી શકાય. આ સિવાય અરજદાર દ્વારા જે આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે તેને દૂર કરવાની જરૂર છે. આ સિવાય કોર્ટે એસએસપી પઠાણકોટને દંપતીને સુરક્ષા આપવા અને કાયદા મુજબ જરૂરી કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.

English summary
Punjab-Haryana HC declares minor's marriage valid Muslim Personal Law
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X