Punjab News: વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવશે માન સરકાર, આ મુદ્દાઓ પર થશે ચર્ચા
Punjab News: પંજાબની માન સરકાર દ્વારા વિવિધ મુદ્દાઓ પર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. અત્રે નોંધનીય બાબત છે કે, RDF માર્કેટ ફી અને NHRM ફંડના મામલે વિશેષ સત્ર બોલાવવામાં આવી શકે છે, જે દરમિયાન કેન્દ્ર સરકારને ઘેરવાની તૈયારીઓ ચાલી રહી છે.

પંજાબ સરકારના અનેક પ્રકારના ફંડ કેન્દ્ર દ્વારા રોકી દેવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં પંજાબ સરકારને હજારો કરોડનું નુકસાન થઈ રહ્યું છે. જે કારણે આગામી દિવસોમાં પંજાબની માન સરકાર આ બાબતે વિધાનસભા સત્રમાં ચર્ચા કરી શકે છે.
પંજાબની માન સરકાર દ્વારા પહેલેથી જ જણાવવામાં આવ્યું છે કે, કેન્દ્ર દ્વારા પંજાબને ફંડ આપવામાં બેદરકારી અને વિલંબ થઈ રહ્યો છે.
આ માટે પંજાબ વિધાનસભામાં એક ઠરાવ પસાર કરીને, રોકેલા ભંડોળને તાત્કાલિક મુક્ત કરવા માટે કેન્દ્રને પત્ર લખવામાં આવી શકે છે.












Click it and Unblock the Notifications
