Punjab News : પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ કૌભાંડમાં બે અધિકારીઓ સામે કાર્યવાહી, માન સરકારે લીધો આ નિર્ણય
Punjab News : પંજાબમાં પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપમાં થયેલા 63.91 કરોડ રૂપિયાના કૌભાંડમાં ભગવંત માન સરકારે કડક કાર્યવાહી કરી છે. કૌભાંડમાં ઉજાગર થવાના ત્રણ વર્ષ બાદ એક રિટાયર્ડ અધિકારીને મળનારી સુવિધાઓ અટકાવી છે. જ્યારે એક અધિકારી મુકેશ કુમારની સેવા ખત્મ કરવા માટે પંજાબ પબ્લિક સર્વિસ કમિશનને કેસ મોકલી આપ્યો છે.
આ બંને અધિકારીઓ સામે 11 ઓક્ટોબર, 2021ના રોજ ચાર્જશીટ પણ કરવામાં આવી હતી. ઓગસ્ટ 2020માં પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ કૌભાંડ બહાર આવ્યું હતું. 63.91 કરોડના આ કૌભાંડમાં તત્કાલિન સામાજિક ન્યાય અધિકારીતા અને લઘુમતી વિભાગના મંત્રી સાધુ સિંહ ધરમસોતનું નામ પણ છે.

આ મામલે વિજિલન્સ ધરમસોત સામે તપાસ કરી રહી છે. આ કિસ્સામાં, નિવૃત્ત થયેલા ડેપ્યુટી કંટ્રોલર (ફાઇનાન્સ અને એકાઉન્ટ્સ) ચરણજીત સિંહ સામે કાર્યવાહી કરીને સરકારે તેમનું પેન્શન રોકવાનો આદેશ આપ્યો છે. જ્યારે સેક્શન ઓફિસર મુકેશ કુમારને સેવામાંથી બરતરફ કરવા માટે કેસ PPSCને મોકલવામાં આવ્યો છે. આ બંને અધિકારીઓને વર્ષ 2021માં તત્કાલિન મંત્રી રાજકુમાર વેરકા દ્વારા ચાર્જશીટ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, પોસ્ટ-મેટ્રિક સ્કોલરશિપ કૌભાંડ આમ આદમી પાર્ટીના મહત્વપૂર્ણ એજન્ડામાં સામેલ હતું. કારણ કે, 2020માં જ્યારે વિપક્ષમાં હતા ત્યારે આમ આદમી પાર્ટીએ આ મુદ્દે કોંગ્રેસ સરકારને સૌથી વધુ ઘેરી હતી. તાજેતરમાં મુખ્યમંત્રીએ આ મામલાની તપાસ વિજીલન્સને સોંપી હતી.
તત્કાલિન મંત્રી સાધુ સિંહ ધરમસોત વિરુદ્ધ વિજિલન્સ તપાસ કરી રહી છે. જોકે, ધરમસોત પહેલાથી જ ભ્રષ્ટાચાર અને અપ્રમાણસર સંપત્તિના કેસમાં ફસાયેલા છે. ઉલ્લેખનીય છે કે, સામાજિક ન્યાય અધિકારીતા અને લઘુમતી વિભાગના અધિક મુખ્ય સચિવ કૃપા શંકર સરોજે આ કૌભાંડ અંગે એક રિપોર્ટ તૈયાર કર્યો હતો.
શિક્ષણ વિભાગ પાસે શિષ્યવૃત્તિ માટે વહેંચવામાં આવેલી 39 કરોડની રકમનો કોઈ રેકોર્ડ નથી. આ રકમ એવી સંસ્થાઓને આપવામાં આવી હતી, જેનું કોઈ અસ્તિત્વ જ ન હતું.
ખાનગી સંસ્થાઓને રૂપિયા 16.91 કરોડ વધુ આપવામાં આવ્યા હતા, જેમાંથી વિભાગે રિ-ઓડિટ કરાવીને રૂપિયા 8 કરોડ વસૂલવાના હતા, પરંતુ નવા ઓડિટનો આદેશ કોણે અને ક્યારે આપ્યો તેની કોઈ માહિતી નથી. જેના કારણે વિભાગને 24.91 કરોડનું નુકસાન થયું છે. કૌભાંડના ત્રણ વર્ષ બાદ પંજાબ સરકારે હવે ભૂલ કરનારા અધિકારીઓ સામે કાર્યવાહી શરૂ કરી છે.












Click it and Unblock the Notifications
