Punjab News : તમામ તાલુકાની કાયાપલટ થશે, ભગવંત માને ફાળવ્યા 158 કરોડ
Punjab News : પંજાબના તાલુકાની કાયપલટ ટૂંક સમયમાં થવા જઈ રહી છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના નેતૃત્વવાળી પંજાબ સરકાર દ્વારા રાજ્યમાં નવા તાલુકા/પેટા-તાલુકાના નિર્માણ અને અપગ્રેડેશન માટે લગભગ રૂપિયા 158 કરોડની રકમ જાહેર કરવામાં આવી છે.
મહેસૂલ મંત્રી બ્રહ્મા શંકર જિમ્પાએ જણાવ્યું હતું કે, આ અગાઉ આશરે રૂપિયા 100 કરોડની રકમ મંજૂર કરવામાં આવી હતી, પરંતુ કેટલાક જિલ્લાઓનું બજેટ વધારીને અત્યાર સુધીમાં રૂપિયા 158 કરોડ બહાર પાડવામાં આવ્યા છે. આ રકમ હજૂ વધે તેવી શક્યતા છે.

મહેસૂલ મંત્રીએ જણાવ્યું હતું કે, ચમકૌર સાહિબ, ચીમા (સંગરૂર), ડીડબા અને બનુરમાં નિર્માણ થનારી નવી ઇમારતો માટે અનુક્રમે રૂપિયા 5.14 કરોડ, રૂપિયા 4.31 કરોડ, રૂપિયા 10.68 કરોડ અને રૂપિયા 3.05 કરોડ જાહેર કરવામાં આવ્યા છે.
તેમાંથી ચીમા અને ડીડબા તહસીલ સંકૂલનો શિલાન્યાસ મે 2023માં ખુદ મુખ્યમંત્રી ભગવંત માન દ્વારા કરવામાં આવ્યો હતો. હોશિયારપુરના નવા તાલુકા સંકૂલ માટે રૂપિયા 6.52 કરોડ જાહેર કરવામાં આવ્યા છે.
નાકોદરના નવા તાલુકા સંકૂલના નિર્માણ માટે રૂપિયા 6.18 કરોડ ફાળવવામાં આવ્યા છે. ભટિંડા જિલ્લાના 3 ઉપ-તાલુકો ગોનિયાના, નથાણા અને બલિયાનવલીમાં સંકૂલના નિર્માણ માટે અનુક્રમે રૂપિયા 1.04 કરોડ, રૂપિયા 1.47 કરોડ અને રૂપિયા 1.42 કરોડ ફાળવવામાં આવ્યા છે.
તલવંડી સાબોના તાલુકા સંકૂલ માટે રૂપિયા 5.98 કરોડની રકમ આપવામાં આવી છે. ઝિમ્પાએ જણાવ્યું હતું કે, ફતેહગઢ સાહિબ જિલ્લામાં બસ્સી પઠાણામાં નવી ઇમારતના નિર્માણ માટે રૂપિયા 8.61 કરોડ, અબોહરમાં નવી ઇમારતના નિર્માણ માટે રૂપિયા 3.50 કરોડ, કલાનૌર માટે રૂપિયા 6.60 કરોડ, બટાલા માટે રૂપિયા 11.06 કરોડ, રૂપિયા 5.50 સુલતાનપુર લોધી માટે કરોડ અને તાલુકા કોમ્પ્લેક્સ ફગવાડા માટે રૂપિયા 5.98 કરોડ જાહેર કરવામાં આવ્યા છે.
માલેરકોટલાના અહેમદગઢ અને અમરગઢમાં નિર્માણ થનારા નવા સંકૂલો માટે રૂપિયા 9.42 કરોડ અને રૂપિયા 6.69 કરોડ જાહેર કરવામાં આવ્યા છે. બરનાલા, ફરિદકોટ, સમાના, ફિલૌર, ગુરદાસપુર, લુધિયાણા, શાહકોટ, કપૂરથલા, રૂપનગર, દીનાનગર, મુક્તસર સાહિબ, જલંધર, પઠાણકોટ વગેરે જેવા ઘણા જિલ્લાઓની તાલુકા/પેટા-તાલુકોનો દેખાવ પણ સુધારવામાં આવશે.
-
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી










Click it and Unblock the Notifications
