Punjab News: દિવાળી પહેલા આનંદો! ભગવંત માન સરકારે આપી મોટી ભેટ

Punjab News: આજે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનનો જન્મદિવસ છે. આ પ્રસંગે અરવિંદ કેજરીવાલે તેમને અભિનંદન પાઠવ્યા છે. રાજ્ય સરકાર દરેક વર્ગના લોકોના જીવનને સુધારવા માટે કામ કરી રહી છે.

પંજાબ રાજ્યની ભગવંત માન સરકારે દિવાળી પહેલા પંજાબના લોકોને એક ખાસ ભેટ આપી છે. પંજાબ સરકારે વિવિધ વિભાગો અને કારખાનાઓમાં કામ કરતા લોકોના વેતનમાં વધારો કરવા માટે એક પરિપત્ર બહાર પાડ્યો છે.

Punjab News

પંજાબ સરકારના શ્રમ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે, ફેક્ટરીઓ, ઓફિસો અને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કામ કરતા લોકોના વેતન દરમાં વધારો કરવામાં આવ્યો છે.

આ પરિપત્ર વિભાગ દ્વારા 13 ઓક્ટોબરના રોજ જાહેર કરવામાં આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, આ આદેશ 1 સપ્ટેમ્બર, 2023થી લાગુ થશે.

નોટિફિકેશન મુજબ, હવે રાજ્યમાં પટાવાળા, ચોકીદાર, હેલ્પર વગેરે તરીકે કામ કરતા કામદારોને માસિક 10736.75 રૂપિયા આપવામાં

આવશે, જ્યારે દૈનિક દર 412.95 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. જ્યારે અર્ધ-કુશળ કર્મચારીઓ કે જેમની પાસે 10 વર્ષનો અનુભવ છે અથવા ITI ડિપ્લોમા છે, તેમને માસિક રૂપિયા 11516.75 આપવામાં આવશે.

આ સાથે ટેક્નિકલ ડિગ્રી ધરાવતા કુશળ કર્મચારીઓ, ટ્રક ડ્રાઇવર, ક્રેન ડ્રાઇવરોને માસિક રૂપિયા 13445.75 આપવામાં આવશે. જ્યારે દરરોજ 517.14 રૂપિયા આપવામાં આવશે. સ્ટાફ કેટેગરી Aના કર્મચારીઓ કે જેમની પાસે PG, MBA વગેરેની ડિગ્રી છે, તેમને માસિક 15906.75 રૂપિયાનો પગાર મળશે.

આ સાથે સ્ટાફ કેટેગરી Bના કર્મચારીઓ કે જેમની પાસે ગ્રેજ્યુએટ ડિગ્રી છે, તેમને દર મહિને 14236.75 રૂપિયા મળશે. સ્ટાફ કેટેગરી સીના કર્મચારીઓને માસિક રૂપિયા 12736.75 મળશે. સ્ટાફ કેટેગરી ડી જેઓ 10મું પાસ છે તેમને માસિક રૂપિયા 11536.75 મળશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X