Punjab News : માન સરકારે 22.56 કરોડના 3 રોડ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો

Punjab News : જ્યારથી પંજાબમાં CM ભગવંત માનના નેતૃત્વ હેઠળ આમ આદમી પાર્ટીની સરકાર બની છે, ત્યારથી સરકાર દ્વારા સતત જનહીતના કાર્યો કરવામાં આવી રહ્યા છે. જેમાં લોકો માટે માન સરકાર સતત કાર્યરત રહે છે. પંજાબ સરકાર વાહન-વ્યવહાર ક્ષેત્રે ઘણી સારી કામગીરી કરી રહી છે.

પંજાબના જાહેર બાંધકામ મંત્રી હરભજન સિંઘ ETO એ આજે જિલ્લાના સાહનેવાલ અને પાયલ સર્કલમાં રૂપિયા 22.56 કરોડના ખર્ચે ત્રણ મહત્વના રોડ પ્રોજેક્ટના ખાસ સમારકામ અને પુનઃનિર્માણ માટે શિલાન્યાસ કર્યો હતો.

bhagwant Mann

આ પ્રોજેક્ટ્સમાં રૂપિયા 2.37 કરોડના ખર્ચે લુધિયાણા-ચંદીગઢ હાઇવેથી ગુરુદ્વારા દેગસર સાહિબ રોડ (2 કિમી), રૂપિયા 13.03 કરોડના ખર્ચે બિજા-પાયલ-જાગેરા રોડ (15.70 કિમી) અને રૂપિયા 7.16 કરોડના પાયલ-ઇસદુ રોડ (9.60 કિમી) ખર્ચ સહિતનો સમાવેશ થાય છે. આ કામો આગામી છથી નવ મહિનામાં પૂર્ણ કરવામાં આવશે.

આ પ્રોજેક્ટ્સના શિલાન્યાસના પ્રસંગે, ધારાસભ્ય હરદીપ સિંહ મુંડિયન અને માનવવિંદર સિંહ ગિયાસપુરાની હાજરીમાં, જાહેર બાંધકામ મંત્રી હરભજન સિંહ ETO એ જણાવ્યું હતું કે, લુધિયાણા-ચંદીગઢ મુખ્ય માર્ગથી ગુરુદ્વારા દેગસર સાહિબ સુધીનો 2 કિલોમીટરનો વિસ્તાર જર્જરિત હાલતમાં છે, જેના કારણે ભક્તોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.

આવી જ રીતે બિજા-પાયલ-જાગેરા અને પાયલ-ઈસદુ તરફ જતા રસ્તાઓ જે એનકે H-44 ને લુધિયાણા-માલેરકોટલા હાઈવે સાથે જોડતા રસ્તાઓ ખાડાઓથી ભરેલા છે અને તેને તાત્કાલિક સમારકામની જરૂર છે.

તેમણે જણાવ્યું હતું કે, રસ્તાઓની જર્જરિત હાલત મુસાફરો માટે દુઃસ્વપ્ન બની ગઈ છે. રાજ્યની અગાઉની સરકારો આ રસ્તાઓના નિર્માણ માટે લોકોની વારંવારની માંગણીઓ પર ધ્યાન આપવામાં નિષ્ફળ ગઈ હતી.

PWD મંત્રીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભગવંત માનની આગેવાની હેઠળની પંજાબ સરકાર પંજાબને એક પ્રગતિશીલ રાજ્ય બનાવવા માટે કટિબદ્ધ છે જે દરેક ક્ષેત્રમાં અસરકારક રીતે અમલમાં આવી રહેલા વિકાસ પ્રોજેક્ટ્સ પરથી સ્પષ્ટ થાય છે.

તેમણે કહ્યું કે, રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પંજાબના માપદંડો અનુસાર વિકસાવવામાં આવશે. આ સાથે હરભજન સિંઘ ETO એ AAP સરકારની ઉપલબ્ધિઓ પર ધ્યાન દોર્યું હતું, જેમાં મફત 600 યુનિટ વીજળી, એક MLA-વન પેન્શન, આમ આદમી ક્લિનિક, યુવાનો માટે 30000 સરકારી નોકરીઓ, ભ્રષ્ટાચાર સામે યુદ્ધ અને અન્ય ઘણા લોક કલ્યાણના પગલાંનો સમાવેશ થાય છે. ધારાસભ્ય મનવિન્દર સિંહ ગિયાસપુરા, હરદીપ સિંહ મુંડિયને પ્રોજેક્ટ શરૂ કરવા બદલ મંત્રીનો આભાર માન્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X