Punjab News: પંજાબમાં 1000 સ્પોર્ટ્સ નર્સરી ખોલશે માન સરકાર
Punjab News: પંજાબની યુવા પેઢીને ડ્રગ્સથી દૂર રાખવા માટે પંજાબ સરકાર દ્વારા રાજ્યમાં રમતગમતને પ્રોત્સાહન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રમતગમત વિભાગ દ્વારા બાળકોને નાનપણથી જ તૈયાર કરવાની દિશામાં કામ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે.
પંજાબમાં 1,000 સ્પોર્ટ્સ નર્સરી ખોલવામાં આવશે. પ્રથમ તબક્કામાં પંજાબમાં 250 સ્પોર્ટ્સ નર્સરીઓ ખોલવામાં આવશે, જેમાંથી 205 નર્સરી ગ્રામીણ સ્તરે બનાવવામાં આવશે, જ્યારે 45 શહેરી વિસ્તારોમાં હશે. પ્રથમ તબક્કાની નર્સરી શરૂ કરતા પહેલા વિભાગ દ્વારા પ્રાયોગિક તબક્કામાં 12 સ્પોર્ટ્સ નર્સરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે.

રમતગમત વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, તેઓ મોહાલી, સંગરુર, ભટિંડા, બરનાલા, મુક્તસર, ફરીદકોટ, તરનતારન, અમૃતસર, હોશિયારપુર અને જલંધરમાં પ્રાયોગિક તબક્કામાં શરૂ કરવામાં આવશે.
પ્રાપ્ત માહિતી અનુસાર, એક નર્સરી માટે રમતનું મેદાન, ટ્રેક, રમતગમતના સાધનો, આહાર, તાલીમ, કોચ અને નર્સરી સુપરિન્ટેન્ડેન્ટની નિમણૂક પાછળ 60 લાખથી 80 લાખ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે. 1,000 સ્પોર્ટ્સ નર્સરી પર રૂપિયા 52 કરોડનું બજેટ ખર્ચ થવાની ધારણા છે.
પંજાબ સ્પોર્ટ્સ વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર પરમિન્દર સિંહનું કહેવું છે કે, રાજ્ય સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય પંજાબના બાળકો ફિટ રહે તે સુનિશ્ચિત કરવાનો છે. રમતગમત દ્વારા જ બાળકોની ફિટનેસ જાળવી શકાય છે.
પરમિન્દર સિંહના જણાવ્યા અનુસાર, સ્પોર્ટ્સ નર્સરી તે જ જગ્યાએ ખોલવામાં આવશે જ્યાં સરકારને નર્સરી શરૂ કરવા માટે 4 એકરથી વધુ જમીન મળશે. જે તે ગામ કે વિસ્તારને લગતી રમતગમતને ધ્યાનમાં રાખીને સંબંધિત જિલ્લાની પંચાયત પાસેથી જમીન લઈને સ્પોર્ટ્સ નર્સરી ખોલવામાં આવશે.












Click it and Unblock the Notifications
