Punjab News : રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત ભગવંત માને કર્યો કટાક્ષ, કહી આ વાત
Punjab News : પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને ગવર્નર બનવારીલાલ પુરોહિત વચ્ચે લાંબા સમયથી ટક્કર ચાલી રહી છે. દિલ્હીના રામલીલા મેદાનમાં આયોજિત રેલી દરમિયાન ભગવંત માને ફરી એકવાર બનવારીલાલ પુરોહિત પર ટોણો માર્યો હતો.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, રાજ્યપાલ બજેટ સત્ર બોલાવવાની મંજૂરી આપી રહ્યા નથી. અરજી દાખલ કર્યા બાદ સુપ્રીમ કોર્ટે બજેટ સત્ર માટે પરવાનગી આપવાનો આદેશ આપ્યો હતો.

ભગવંત માને જણાવ્યું હતું કે, બજેટ સત્રના દિવસે રાજ્યપાલ બીએલ પુરોહિતે કહ્યું હતું કે, તેઓ પંજાબ કેબિનેટની ઉપલબ્ધિઓ પર તેમના ભાષણમાં મારી સરકાર નહીં કહે.
આના પર તેમણે રાજ્યપાલ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, તેઓ આ મુદ્દે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરશે. કારણ કે, કેબિનેટ દ્વારા ભાષણ પસાર કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, આ પછી રાજ્યપાલને મારી સરકાર કહેવું પડ્યું.
ભગવંત માને લોકોને જણાવ્યું હતું કે, જો 2024માં નરેન્દ્ર મોદી નહીં બદલાય, તો તેઓ નરેન્દ્ર પુતિન બની જશે. નરેન્દ્ર મોદી ઈચ્છે છે કે, દેશમાં તેમની સરકાર જ રહે. જ્યાં બીજેપીની સરકાર નથી બની ત્યાં બીજી પાર્ટીના ધારાસભ્યોને ખરીદીને સરકાર પાડી દેવામાં આવી રહી છે. ભાજપ પોતાના મુખ્યમંત્રીને એલજી/ગવર્નર બનાવવાનું કામ કરે છે.












Click it and Unblock the Notifications
