Punjab News : કામમાં ગતિ લાવવા સમયસર સરકારી ફાઈલો ક્લીયર કરો, CM માને આપી સૂચના
Punjab News : જ્યારથી પંજાબમાં CM ભગવંત માનના નેતૃત્વ હેઠળ આમ આદમી પાર્ટીની સરકાર બની છે, ત્યારથી સરકાર દ્વારા સતત જનહીતના કાર્યો કરવામાં આવી રહ્યા છે. જેમાં લોકો માટે માન સરકાર સતત કાર્યરત રહે છે. પંજાબ સરકાર દ્વારા સરકારી કામકાજ પણ ઝડપી અને ભ્રષ્ટાચાર રહિત કામગીરી કરવામાં આવી રહ્યા છે.
પંજાબના સ્થાનિક સરકારના પ્રધાન બલકાર સિંહે વિભાગના અધિકારીઓને સમયસર સરકારી ફાઈલો ક્લિયર કરવાનો નિર્દેશ આપ્યો છે.કારણ કે, એક સાથે ફાઈલ ક્લિયર કરવાથી સરકારી કામમાં ઝડપ લાવવામાં મદદ મળે છે. શનિવાર હોવા છતાં, સ્થાનિક સરકારના પ્રધાન ચંડીગઢમાં સિવિલ સચિવાલયમાં ગયા અને તેમના વિભાગને લગતી ફાઇલો ક્લિયર કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે, જ્યારે વિભાગોમાં ફાઇલોનો ઢગલો થવા લાગે છે, ત્યારે તે ભ્રષ્ટાચારને જન્મ આપે છે. મુખ્યમંત્રી ભગવંત માને રાજ્યમાં પારદર્શી શાસન પ્રદાન કરવા સૂચનાઓ આપી છે, જેનો સંપૂર્ણ અમલ થઈ રહ્યો છે. તેમણે વિભાગના અધિકારીઓને ફાઈલો ક્લિયર કરવા તેમજ વિભાગના ચાલી રહેલા પ્રોજેક્ટ્સ પર દેખરેખ રાખવા પણ જણાવ્યું હતું.
પંજાબની તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનોના કમિશનરો અને મ્યુનિસિપલ કાઉન્સિલના અધિકારીઓને વરસાદની મોસમ દરમિયાન પોતપોતાના વિસ્તારોમાં ખાસ કાળજી રાખવા અને જ્યાં પાણી એકઠું થાય છે, ત્યાંથી મશીનની મદદથી પાણીનો ઝડપથી નિકાલ કરવા માટે કહેવામાં આવ્યું છે. અધિકારીઓને સ્થિતિ જોવા માટે ફિલ્ડની મુલાકાત લેવા માટે કહેવામાં આવ્યું છે.
બલકાર સિંહે જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં મુખ્યમંત્રી ભગવંત માન સાથે બેઠક યોજાશે, જેમાં પંજાબના શહેરોના વિકાસના પ્રોજેક્ટ પર ચર્ચા કરવામાં આવશે. મુખ્યમંત્રી શહેરોને વિશેષ અનુદાન બહાર પાડી રહ્યા છે અને જલંધરને તેમણે ભૂતકાળમાં લગભગ 100 કરોડ રૂપિયાની રકમ જાહેર કરી છે, જે વરસાદની મોસમ પછી વિકાસ કાર્યોને ઝડપી બનાવશે.












Click it and Unblock the Notifications
