Punjab News : CM માને કમિશનરો સાથે યોજી બેઠક, આપ્યા આ નિર્દેશ

Punjab News : જ્યારથી પંજાબમાં CM ભગવંત માનના નેતૃત્વ હેઠળ આમ આદમી પાર્ટીની સરકાર બની છે, ત્યારથી સરકાર દ્વારા સતત જનહીતના કાર્યો કરવામાં આવી રહ્યા છે. જેમાં લોકો માટે માન સરકાર સતત કાર્યરત રહે છે. પંજાબ સરકાર આરોગ્ય ક્ષેત્રે ઘણી સારી કામગીરી કરી રહી છે.

પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માને તમામ જિલ્લાના કમિશનરો માટે મુખ્ય વર્ગનું આયોજન કર્યું હતું. લોકોની વચ્ચે જઈને તેમની સમસ્યાઓ સાંભળવા અને સ્થળ પર જ તેનું નિરાકરણ લાવવા સૂચના આપી હતી.

Punjab News

આ ઉપરાંત મુખ્યમંત્રી ભગવંત માને તેમની પાસેથી સરકારની લોક કલ્યાણકારી યોજનાઓના અમલીકરણ અને પ્રગતિ અંગેનો સમીક્ષા અહેવાલ પણ લીધો હતો.

આ પછી મુખ્યમંત્રી ભગવંત માને પણ ટ્વીટ કરીને આની જાણકારી આપી હતી. તેમણે ટ્વિટ કર્યું હતું કે, આજે તમામ જિલ્લાના ડેપ્યુટી કમિશનરો સાથે બેઠક યોજી હતી અને પંજાબ સરકારની જન કલ્યાણ યોજનાઓની સમીક્ષા કરી હતી.

તમામ અધિકારીઓને જનતાની વચ્ચે જઈને સમસ્યાઓ સાંભળવા અને તેના નિરાકરણ માટે કહેવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, સેવા કેન્દ્રો પર લાંબી લાઈનોમાં કામ કરાવવામાં ઘણી મુશ્કેલી પડે છે.

તેમણે તમામ ડેપ્યુટી કમિશનરોને તાત્કાલિક અસરથી સેવા કેન્દ્રોમાં સેવાઓ સુધારવાનો આદેશ આપ્યો હતો. લોકોને સેવા કેન્દ્રોમાં તેમનું કામ કરાવવામાં કોઈ મુશ્કેલી ન પડવી જોઈએ.

આ સાથે તેમણે આમ આદમી ક્લિનિક અને ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવામાં આવતી સમસ્યા પર વિશેષ ધ્યાન આપવા જણાવ્યું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X