Punjab News : મણિપુરમાં ફસાયેલા પંજાબીઓ માટે CM માને જાહેર કર્યો હેલ્પલાઈન નંબર
Punjab News : વર્તમાન સમયમાં મણિપુરમાં ફાટી નિકળેલી હિંસામાં ઘણા લોકો ફસાયા છે. જેમાં અલગ અલગ રાજ્ય સરકાર તેમના રાજ્યના નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવા કાર્યવાહી કરી રહ્યા છે.
મણિપુરમાં ફસાયેલા પંજાબીઓ માટે મુખ્યમંત્રી ભગવંત માન એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. તેમણે મણિપુરમાં હિંસાને કારણે ફસાયેલા પંજાબીઓને સુરક્ષિત બહાર કાઢવા માટે હેલ્પલાઈન નંબર 9417936222 જાહે કર્યો છે.

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને આ અંગે એક ટ્વીટ કર્યું છે, જેમાં તેમણે લખ્યું છે કે, મણિપુરમાં ફેલાયેલી હિંસાને કારણે ઘણા પંજાબીઓ પણ ત્યાં અટવાયા છે, જેમાંથી એક રાહુલ કુમાર આજે પંજાબ સરકારની પહેલ પર પરત ફરી રહ્યા છે. કોઈપણ પંજાબી વિદ્યાર્થી જે ત્યાં અટવાઈ ગયો હોય, તે આ મેઈલ આઈડી [email protected] અને આ નંબર 9417936222 પર સંપર્ક કરી શકે છે. પંજાબ સરકાર તમારી સાથે છે.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, તેમણે કેન્દ્ર સરકારને મણિપુરમાં ફસાયેલા પંજાબીઓને સુરક્ષિત રીતે પરત લાવવાની અપીલ કરી છે. પંજાબ સરકાર આ સ્થિતિમાં પરિવારના સભ્યોની સાથે છે.












Click it and Unblock the Notifications
