Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Punjab News : PNBCની લોન ફ્રી બસોને અપાઇ મંજૂરી, નાણા વિભાગનો મોટો નિર્ણય

Punjab News : જ્યારથી પંજાબમાં CM ભગવંત માનના નેતૃત્વ હેઠળ આમ આદમી પાર્ટીની સરકાર બની છે, ત્યારથી સરકાર દ્વારા સતત જનહીતના કાર્યો કરવામાં આવી રહ્યા છે. જેમાં લોકો માટે માન સરકાર સતત કાર્યરત રહે છે.

પંજાબના નાણા, આયોજન, આબકારી અને કરવેરા પ્રધાન હરપાલ સિંહ ચીમાએ સોમવારના રોજ જણાવ્યું હતું કે, નાણાં વિભાગ દ્વારા PNBCની 371 દેવા-મુક્ત બસોને પંજાબ રોડવેઝના કાફલા સાથે મર્જ કરવાની મંજૂરી આપી છે.

Punjab News

તેમણે માહિતી આપી હતી કે, આ નાણાકીય વર્ષ દરમિયાન આ નિર્ણયને કારણે 73 કરોડ રૂપિયાના ખર્ચને પહોંચી વળવા વિભાગ દ્વારા બજેટને પણ મંજૂરી આપવામાં આવી છે.

નાણાપ્રધાન હરપાલ સિંહ ચીમાએ જણાવ્યું હતું કે, આ નિર્ણય મુખ્ય પ્રધાન ભગવંત માનની માર્ગદર્શિકા અનુસાર લેવામાં આવ્યો છે, જેઓ પંજાબ રોડવેઝને વિકાસના માર્ગ પર પાછા લાવવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે જણાવ્યું હતું કે, પંજાબ રોડવેઝના કાફલામાં માત્ર 115 બસો બાકી છે અને આ મર્જરથી આ સંખ્યા વધીને 486 થઈ જશે. નાણામંત્રીએ જણાવ્યું હતું કે, આ નિર્ણય પંજાબ રોડવેઝને મજબૂત બનાવવામાં મદદરૂપ થશે.

પરિવહન વિભાગના પ્રસ્તાવમાં સમાવિષ્ટ અંદાજ મુજબ, સમગ્ર નાણાકીય વર્ષ 2023-24 માટે, પંજાબ રોડવેઝ દ્વારા આ 371 બસો ચલાવવા માટે 138.70 કરોડ રૂપિયાની આવક સાથે 109.61 કરોડ રૂપિયાનો ખર્ચ થવાની સંભાવના છે. આ નાણાકીય વર્ષના બાકીના 8 મહિના માટેના સુધારેલા અંદાજ મુજબ, પંજાબ રોડવેઝ રૂપિયા 90 કરોડની કમાણી કરશે અને રૂપિયા 73 કરોડના ખર્ચને બાદ કરીને રૂપિયા 17 કરોડનો નફો કરશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X