Punjab News : માન સરકાર વિદ્યાર્થીઓને આપશે 4 હજાર રૂપિયાની સહાય
Punjab News : જ્યારથી પંજાબમાં CM ભગવંત માનના નેતૃત્વ હેઠળ આમ આદમી પાર્ટીની સરકાર બની છે, ત્યારથી સરકાર દ્વારા સતત જનહીતના કાર્યો કરવામાં આવી રહ્યા છે. જેમાં લોકો માટે માન સરકાર સતત કાર્યરત રહે છે. માન સરકાર શિક્ષણ ક્ષેત્રે ઘણુ સારૂ કામ કરી રહી છે.
આ વચ્ચે હવે પંજાબની માન સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી સ્કૂલ ઓફ એમિનન્સમાં એડમિશન લેનારા વિદ્યાર્થીઓને યુનિફોર્મ ખરીદવા માટે પણ પૈસા આપશે.

પંજાબના શિક્ષણ પ્રધાન હરજોત સિંહ બેન્સે ગુરુવારના રોજ તેમના ટ્વિટર હેન્ડલ પર એક પોસ્ટ શેર કરી હતી, ઉનાળા અને શિયાળાની ઋતુમાં વિદ્યાર્થીઓ દ્વારા પહેરવામાં આવતા ડ્રેસના નમૂનાઓ શેર કર્યા હતા.
આ સાથે પંજાબના માન સરકાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સરકાર સ્કૂલ ઓફ એમિનન્સના વિદ્યાર્થીઓને ડ્રેસ ખરીદવા માટે પ્રતિ વિદ્યાર્થી 4,000 રૂપિયા આપશે.












Click it and Unblock the Notifications
