For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુવતીને ઢોર માર મારનાર 4 પોલીસ જવાનો સસ્પેન્ડ

|
Google Oneindia Gujarati News

punjab police
ચંદીગઢ, 5 માર્ચ: પંજાબના તરન તારન જિલ્લામાં 22 વર્ષની એક યુવતીને પોલીસ જવાનો દ્વારા ઢોર માર મારવાના મામલે અધિકારીઓએ ચાર પોલીસ જવાનોને સસ્પેન્ડ કરી દીધા છે.

આ પોલીસ જવાનોએ એ યુવતી અને તેના પિતાને એટલા માટે ઢોર માર માર્યો જ્યારે તેમણે તેમની પુત્રી સાથે છડેચોક છેડછાડ કરનારાઓ સામે કાનૂની પગલા ભરવાનું કહ્યું હતું.

સિનિયર સુપ્રિટેન્ડેન્ટ કંવલજીતસિંહ ઢિલ્લોએ જણાવ્યું કે 'એ દુર્ભાગ્યપૂર્ણ વાત છે કે એક પોલીસ જવાને યુવતીને માર માર્યો.' તેમણે જણાવ્યું કે ચારેય પોલીસ જવાનોને સસ્પેન્ડ કરી દેવાયા છે અને તેમની સાથે વિભાગીય તપાસ બેસાડવામાં આવી છે.

જોકે અધિકારીએ જણાવ્યું કે યુવતીના પિતા કશ્મીરસિંહ દારૂના નાશામાં ચૂર હતો અને ગોવિંદવાલ માર્ગમાં એક લગ્નપ્રસંગમાં ધમાલ કરી રહ્યો હતો. ઢિલ્લોએ જણાવ્યું કે જ્યારે પોલીસ જવાનો ઘટનાસ્થળે પહોંચ્યા અને કાશ્મીરસિંહને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો તો તેની પુત્રીએ વિરોધ કર્યો.

તેમણે જણાવ્યું કે કશ્મીરની પુત્રી હરબિન્દર કૌર વચ્ચે પડી અને પોલીસ જવાનોને રોકવાની કોશીશ કરી, જે તેના પિતાને પોલીસ સ્ટેશન લઇને જઇ રહ્યા હતા. આ ધક્કામુક્કીમાં બંને હેડ કોન્સ્ટેબલની પાઘડી નીચે પડી ગઇ હતી, જેના કારણે રોષે ભરાયેલા પોલીસ જવાનોએ યુવતીને પણ ઢોર માર માર્યો.

English summary
Punjab shame: after beating a girl four policemen suspended.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X