Pushpa 2 Box Office Collection : ત્રીજા દિવસે પુષ્પા 2 ની કમાણીએ એક સાથે ઘણા રેકોર્ડ બનાવ્યા
Pushpa 2 Box Office Collection Day 3 : અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના સ્ટારર પુષ્પા 2 બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. સૌથી મોટી ઓપનિંગ કરનારી પુષ્પા 2 એ ત્રીજા દિવસે મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા છે.
ઓપનિંગ ડે પર 164.5 કરોડની કમાણી કરનારી પુષ્પા 2 વિકેન્ડમાં શાનજાર રીતે દોડી રહી છે. સૌથી મોટી ઓપનિંગ કરનારી પુષ્પા 2 એ બીજા દિવસે 93.8 કરોડ અને ત્રીજા દિવસે 115 કરોડથી વધુની કમાણી કરી છે. આ આંકડા હજુ વધશે.

પુષ્પા 2 એ ત્રીજા દિવસના અંતે અંદાજીત 383.7 કરોડની કમાણી કરી છે. સિંઘમ અગેઇન અને ભૂલ ભુલૈયા 3 બંનેએ અત્યાર સુધીમાં 247.71 કરોડ અને 259.7 કરોડની કમાણી કરી હતી, પુષ્પા 2 એ બંનેને માત્ર બે દિવસમાં જ પાછળ છોડી દીધી છે.
આ સિવાય દેવરાનો બોક્સ ઓફિસ રેકોર્ડ પણ તૂટી ગયો છે. દેવરાએ 292.03 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
આટલુ જ નહીં પુષ્પા 2 એ સલમાન ખાનની બ્લોકબસ્ટર ટાઈગર ઝિંદા હૈ (339.16 કરોડ), આમિર ખાનની પીકે (340.8 કરોડ), થલપતિ વિજયની લિયો (341.04 કરોડ), સંજુ (342.57 કરોડ) અને જેલર (348.55 કરોડ)નો રેકોર્ડ પણ તોડ્યો છે.
જણાવી દઈએ કે, પુષ્પા 2નું બજેટ લગભગ 500 કરોડ રૂપિયા છે. જે રીતે ફિલ્મનું કલેક્શન વધી રહ્યું છે તે જોતા એવું કહેવું ખોટું નહીં હોય કે ફિલ્મ વીકએન્ડના અંત સુધીમાં તેનું બજેટ કલેક્ટ કરી લેશે.












Click it and Unblock the Notifications
