કોંગ્રેસી નેતા આર કે રાયે રાહુલ ગાંધીને ગધેડો કહ્યો, કરાયા બરતરફ, જુઓ વીડિયો

Subscribe to Oneindia News

અત્યાર સુધી તો વિપક્ષી દળ જ કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધી પર વિવાદિત ટિપ્પણી કરતા હતા પરંતુ આ વખતે તો કોંગ્રેસ પક્ષના જ એક નેતાએ તેમના માટે અપશબ્દનો ઉપયોગ કર્યો છે, જેમનું પરિણામ તેમણે ભોગવવુ પડ્યુ છે. જી હા, અમે વાત કરી રહ્યા છે છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી અજીત જોગીના નજીકના કોંગ્રેસી નેતા આર કે રાયની, જેમણે કહ્યું હતુ કે રાહુલ ગાંધી ગધેડા છે તો ઘોડા કેવી રીતે કહી દઉ.

rahul

ત્યારબાદ તેમને પક્ષના બધા જ પદો પરથી બરતરફ કરી દેવામાં આવ્યા છે. આ અંગેની માહિતી કોંગ્રેસ મહાસચિવ અને છત્તીસગઢના પ્રભારી બી કે હરિપ્રસાદે આપી છે. ત્યારબાદ આર કે રાયે કહ્યું કે તેમની સામે કાર્યવાહી એટલા માટે કરવામાં આવી કારણકે તેમણે રાહુલ ગાંધી પર ટિપ્પણી કરી હતી.

તમને જણાવી દઇએ કે છત્તીસગઢની ગુંડરદેહી વિધાનસભા બેઠકના નેતા આર કે રાય પૂર્વ મુખ્યમંત્રી અજીત જોગીની નજીકના નેતા માનવામાં આવે છે. રાયને પોલિસ સેવામાંથી રાજકારણમાં લાવવાનો શ્રેય પણ અજીત જોગીને ફાળે જાય છે. જોગીના કહેવાથી જ રાયે કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી હતી.

English summary
Chhattisgarh Congress Tuesday suspended its rebel MLA R K Rai for anti-party activities but that did not deter him from making derogatory remarks against Congress Vice-President Rahul Gandhi.
Please Wait while comments are loading...