• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

રાબડી દેવી મોદીના વખાણ કરવા લાગી, બિહારના રાજકારણમાં ઉલટફેરના સંકેત?

|

નવી દિલ્હીઃ બિહારની રાજનીતિમાં આજકાલ એ બધું થઈ રહ્યું છે જેના વિશે પહેલા કોઈ વિચારી પણ નહોતું શકતું. મતલબ કે લાલૂ યાદવની પાર્ટી ભાજપના કોઈ નેતા, તેમાં પણ પીએમ મોદીના વખાણ કરી દે, આ લગભગ નામુમકિન જ હતું. પરંતુ, કહેવાય છે કે રાજનીતિમાં કોઈપણ કોઈનો સ્થાયી દોસ્ત કે દુશ્મન નથી હોતો. પીએમ મોદીના વખાણમાં આરજેડી નેતા અને પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીએ હાલમાં જે કંઈ પણ કહ્યું છે, તેને રાજનીતિના આ મિજાજ સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે.

બિહારની નવી રાજનીતિ

બિહારની નવી રાજનીતિ

પીએમ મોદીએ બિહાર, ખાસ કરીને મુઝફ્ફરપુરમાં ફેલાયેલ એક્યૂટ ઈંસેફેલાઈટિસ સિંડ્રોમને લઈ સંસદમાં જે નિવેદન આપ્યું તે બાદ સતત લાલૂ યાદવની પાર્ટી આરજેડી તેમની ફેન થઈ ગઈ છે. પહેલા લાલૂ યાદવની પત્ની અને બિહાર વિધાનસભામાં વિરોધપક્ષના નેતા રાબડી દેવીએ એક્યૂટ ઈંસેફેલાઈટિસ સિંડ્રોમથી થનાર બાળકોના મોતને શર્મનાક અને દુર્ભાગ્યપૂર્ણ ગણાવતા પીએમ મોદીના નિવેદનના વખાણ કર્યાં, હવે પાર્ટીના બીજા મોટા નેતા અબ્દુલ બારી સિદ્દીકીએ પણ તેમની ભારે પ્રશંસા કરી છે. રાબડી દેવી વિધાનમંડળમાં પણ પોતાના નિવેદનને પૂનરાવર્તિત કરી ચૂકી છે. જ્યારે સોમવારે વિધાનસભામાં કાર્ય સ્થગન પ્રસ્તાવ પર બોલતા સિદ્દીકીએ તો પોતાની વાતોથી સદનનો મિજાજ જ બદાલી દીધો.

નીતિશ પર આરજેડીનું આક્રમક વલણ

નીતિશ પર આરજેડીનું આક્રમક વલણ

બિહારમાં અત્યારે આઈએસથી બાળકોના મૃત્યુનો મુદ્દો સૌથી મોટો મામલો છે. રાજ્યમાં સ્વાસ્થ્ય વિભાગ ભાજપના ક્વોટાથી મંત્રી મંગલ પાંડેથી પાસ થવાને કારણે આરજેડી તેમના રાજીનામાંની માંગણી કરી રહ્યા છે, પરંતુ તેમના નિશાન પર સીધા મુખ્યમંત્રી નીતિશ કુમાર જ છે. વિપક્ષ એમ કહીને નીતિશ કુમારને ઘેરી રહ્યું છે કે તેમની સરકારે દર વર્ષે થનાર આવી મહામારીને રોકવા માટે સ્વાસ્થ્ય બજેટમાં કેટલું પ્રાવધાન રાખ્યું છે? તેમનું કહેવું છે કે મુખ્યમંત્રી જે ક્ષેત્ર પર ધ્યાન આપે છે ત્યાં સરકારની રહમ થાય છે, તો પછી એઈએસે ખતરો નજરઅંદાજ કેમ કરી દીધો?

ગુજરાત બજેટ: 15 લાખ યુવાનોને રોજગાર માટે 31,877 કરોડની લોન

નીતિશ પર દબાણ કે નવા સમીકરણની તલાશ?

નીતિશ પર દબાણ કે નવા સમીકરણની તલાશ?

બિહારમાં ભાજપ પ્રત્યે આરજેડીના દબાણના વલણને લઈ વિવિધ પ્રકારની અટકળો શરૂ થઈ ગઈ છે. એકબાજુ એમ કહેવાઈ રહ્યું છે કે પીએમના વખાણ રાષ્ટ્રીય જનતા દળની બદલાયેળ રણનીતિનું પરિણામ છે. એટલે કે હવે તેઓ આવી રીતે નીતિશ કુમાની જેડીયૂ પર દબાણ બનાવીને ફરીથી પોતાના ખેમામાં લાવવાનો પ્રયાસ છે. તો બીજી તરફ એમ અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે હવે આરજેડી ભાજપ સામે વધુ દુશ્મનાવટ રાખવાના મૂડમાં નથી દેખાઈ રહી, કેમ કે લોકસભા ચૂંટણી બાદ કોંગ્રેસ અને તેના મુખ્યા રાહુલ ગાંધીથી તેમને વધુ ઉમ્મદી બચી નથી. એવામાં પાર્ટી અને રાબડી પરિવારનો હવે લાલૂ યાદવના જામીન માટે વધુ ઈંતેજાર કરવો મુશ્કેલ થતું જઈ રહ્યું છે. માટે તેઓ ભાજપ પ્રત્યે નરમ થઈ ગઈ છે.

English summary
rabari devi praised pm modi, is it a sign of turnaround in bihar's politics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X