Whatsapp પર મારી નાખવાની ધમકી આપે છે રાધે મા
નવી દિલ્હી (બ્યુરો): દહેજ માટે પ્રતાડિત કરવા અને અશ્લીલતા ફેલાવવા જેવા ગંભીર આરોપોનો સામનો કરી રહેલી રાધે મા વધુ એક વિવાદમાં ઘેરાઈ છે. રાધે મા પર હવે જાનથી મારી નાખવાની ધમકીનો આરોપ લાગ્યો છે. ત્રિનેત્ર શક્તિ પક્ષના નેતા વિજય કુમાર ટીનાએ રાધે મા પર જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આરોપ લગાવ્યો છે.
વિજય કુમારે આરોપ લગાવ્યો છે કે રાધે માએ તેમને વોટ્સઅપ પર જાનથી મારી નાખવાની ધમકી આપી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે તેઓ રાધે માની વિરૂદ્ધમાં પ્રદર્શન કરી રહ્યાં છે જેને રોકવા માટે રાધે માએ તેમને ધમકી આપી છે.

આરોપ મુજબ પાછલા દિવસોમાં પંજાબના મુકેરિયામાં વિજય પોતાના સમર્થકોની સાથે રાધે માની વિરૂદ્ધમાં પ્રદર્શન કરી રહ્યાં હતા, ત્યારે પણ રાધે માના સમર્થકોએ તેમના પર હુમલો કર્યો હતો. વિજયના જણાવ્યા અનુસાર ત્યારબાદથી તેમને ધમકીઓ મળવાની શરૂ થઈ ગઈ હતી.
ઉલ્લેખનીય છેકે આ પહેલા પણ રાધે માની ઓડિયો ક્લિપ સામે આવી ચૂકી છે. જેમાં રાધે મા પોતાના વિરોધીને પ્રેમથી ફુસલાવવાની કોશિષ કરી રહી છે. જેમાં તે ક્યારેક પોતાને ગાળ દઈ રહી છે, તો ક્યારેક કોઈ અન્યને. જો કે પોલીસ દહેજ ઉત્પીડન અને અશ્લીલતા ફેલાવવા અંગે આ પહેલા રાધે માની પૂછપરછ કરી ચૂકી છે.












Click it and Unblock the Notifications
