કાશ્મીરી પંડિતોને ઘાટીમાં કામ કરવા દબાણ કરાતું હોવાનો રાહુલ ગાંધીનો આરોપ
રાહુલ ગાંધીએ આરોપ લગાવતા કહ્યું કે, સરકારી અધિકારીઓ કાશ્મીરી પંડિતોને ઘાટીમાં કામ કરવા માટે મજબૂર કરી રહ્યા છે. વર્તમાન સંજોગોમાં સલામતીની નિશ્ચિત બાંયધરી વિના આ કરી શકાય નહીં.
નવી દિલ્હી : રાહુલ ગાંધી સતત કાશ્મીર અને તેની સાથે જોડાયેલા મુદ્દાઓ ઉઠાવી રહ્યા છે ત્યારે હવે તેમને ટાર્ગેટ કિલિંગને લઈને પીએમ મોદીને પત્ર લખ્યો છે. પત્રમાં રાહુલ ગાંધીએ મોટો આરોપ લગાવતા દાવો કર્યો છે કે, સરકારી અધિકારીઓ કાશ્મીરી પંડિતોને ખીણમાં કામ કરવા દબાણ કરી રહ્યા છે.

પત્રમાં રાહુલ ગાંધીએ આગળ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભારત જોડો યાત્રા દરમિયાન કાશ્મીરી પંડિતોનું પ્રતિનિધિમંડળ મને મળ્યું અને તેમની દુઃખદ સ્થિતિ જણાવી. આતંકવાદીઓ દ્વારા ટાર્ગેટ કિલિંગનો ભોગ બનેલા કાશ્મીરી પંડિતોને કોઈપણ સુરક્ષા ગેરંટી વિના ખીણમાં જવા દબાણ કરવું એ ક્રૂર પગલું છે. આશા છે કે તમે આ બાબતે યોગ્ય પગલાં લેશો. અહીં તમને જણાવી દઈએ કે કાશ્મીર ખીણમાં ઘણા કાશ્મીરી પંડિતોની હત્યા કરાઈ છે.
રાહુલ ગાંધીએ આરોપ લગાવતા કહ્યું કે, સરકારી અધિકારીઓ કાશ્મીરી પંડિતોને ઘાટીમાં કામ કરવા માટે મજબૂર કરી રહ્યા છે. વર્તમાન સંજોગોમાં સલામતીની નિશ્ચિત બાંયધરી વિના આ કરી શકાય નહીં. તેમણે આગળ પત્રમાં જણાવ્યુ કે, જ્યાં સુધી સ્થિતિ સુધરે નહીં ત્યાં સુધી સરકાર કાશ્મીરી પંડિત કર્મચારીઓને અન્ય વહીવટી અને જાહેર કાર્યોમાં સામેલ કરી શકે છે.
રાહુલ ગાંધીએ પત્રમાં આગળ લખ્યુ કે, જ્યારે કાશ્મીરી પંડિતો પોતાનાપણાની આશા રાખી રહ્યા છે ત્યારે લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા તેમના માટે ભિખારી જેવા શબ્દોનો ઉપયોગ કરી રહ્યા છે. આ ગેરજવાબદાર છે. આગળ તેમણે કહ્યું કે, મેં કાશ્મીરી પંડિતોને આશ્વાસન આપ્યું છે કે હું તેમની માંગ તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીશ. અહીં તમને જણાવી દઈએ કે, હાલમાં જ રાજૌરીમાં થયેલા આતંકવાદી હુમલામાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે.












Click it and Unblock the Notifications
