For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નેશનલ હેરાલ્ડ કેસમાં આજે ચોથા દિવસે રાહુલ ગાંધીની પૂછપરછ કરશે ED

કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી આજે એક વાર ફરીથી ઈડી સામે પૂછપરછ માટે હાજર થશે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી આજે એક વાર ફરીથી ઈડી સામે પૂછપરછ માટે હાજર થશે. આ પહેલા ત્રણ દિવસ ઈડી રાહુલ ગાંધીની પૂછપરછ કરી ચૂકી છે. આજે ચોથી વાર ઈડીસામે પૂછપરછ માટે રાહુલ ગાંધી હાજર થશે. ઈડી નેશનલ હેરાલ્ડ કેસમાં મની લૉન્ડ્રીંગ કેસમાં રાહુલ ગાંધીની પૂછપરછ કરી રહી છે. જે રીતે રાહુલ ગાંધીને ઈડીએ પૂછપરછ માટે બોલાવ્યા ત્યારબાદ કોંગ્રેસે આની સામે દેશવ્યાપી પ્રદર્શન કર્યુ હતુ. આજે એક વાર ફરીથી કોંગ્રેસ રાહુલ ગાંધીના સમર્થનમાં પ્રદર્શન કરશે. કોંગ્રેસનો આરોપ છે કે કેન્દ્ર રાહુલ ગાંધી સામે બદલાની રાજનીતિ કરી રહ્યુ છે.

rahul gandhi

આ પહેલા 13 જૂનથી 15 જૂન સુધી સતત ત્રણ દિવસ ઇડીએ વાઈનાડના કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની પૂછપરછ કરી હતી. રિપોર્ટ મુજબ રાહુલ ગાંધીને ED દ્વારા શુક્રવારે ફરીથી હાજર થવા માટે કહેવામાં આવ્યુ હતુ પરંતુ રાહુલ ગાંધીએ અપીલ કરી હતી કે તેમને શુક્રવારે મુક્તિ આપવામાં આવે. તેઓ સોમવારે ફરી એકવાર પૂછપરછ માટે આવશે. આ પછી EDએ રાહુલ ગાંધીને ફરી પૂછપરછ માટે બોલાવ્યા. રાહુલ ગાંધીની અપીલ EDએ સ્વીકારી હતી. વાસ્તવમાં, રાહુલ ગાંધીની માતા સોનિયા ગાંધી કોરોના સંક્રમિત છે આવી સ્થિતિમાં 17-20 જૂન સુધી EDએ રાહુલ ગાંધીને છૂટ આપી હતી.

કોંગ્રેસ નેતા જયરામ રમેશે રવિવારે ટ્વિટ કરીને લખ્યુ કે આવતીકાલે લાખો કોંગ્રેસી કાર્યકરો દેશભરમાં શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરશે. કોંગ્રેસ અગ્નિપથ ભરતી યોજના તેમજ મોદી સરકારની બદલાની રાજનીતિ સામે વિરોધ કરશે. કોંગ્રેસનુ પ્રતિનિધિમંડળ સાંજે રાષ્ટ્રપતિને પણ મળશે. તમને જણાવી દઈએ કે આ પહેલા EDએ રાહુલ ગાંધીને યંગ ઈન્ડિયન પ્રાઈવેટ લિમિટેડમાં ગાંધી પરિવારની માલિકી અને એસોસિએટેડ જર્નલ્સ તેની સાથે કેવી રીતે સંબંધિત છે તે અંગે પૂછપરછ કરી હતી. તમને જણાવી દઈએ કે માત્ર એસોસિએટેડ જર્નલ્સ જ નેશનલ હેરાલ્ડ અખબાર ચલાવે છે.

English summary
Rahul Gandhi appear before ED for the fourth time in National Herald case today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X