For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડેલ્ટા પ્લસ વેરિયન્ટને લઈ રાહુલ ગાંધીએ મોદી સરકારને પૂછ્યા આ 3 સવાલ

ડેલ્ટા પ્લસ વેરિયન્ટને લઈ રાહુલ ગાંધીએ મોદી સરકારને પૂછ્યા આ 3 સવાલ

|
Google Oneindia Gujarati News

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કોરોના મહામારીના મેનેજમેન્ટને લઈ સતત મોદી સરકાર પર સવાલો ઉઠાવી રહ્યા છે. રાહુલ ગાંધીએ મોદી સરકારને દેશમાં કહેર મચાવી રહેલા ડેલ્ટા પ્લસ વેરિયન્ટને લઈ ત્રણ સવાલ કર્યા છે. રાહુલ ગાંધીએ દેશમાં કોરોનાવાયરસના ડેલ્ટા પ્લસ સ્વરૂપના કેટલાય મામલા સામે આવ્યા બાદ કેન્દ્ર સરકારને સવાલ કર્યો કે તેને અટકાવવા માટે મોટા સ્તરે તપાસ કેમ નથી થઈ રહી.

rahul gandhi

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે ટ્વીટમાં કહ્યું કે, ડેલ્ટા પ્લસ વેરિયન્ટ પર મોદી સરકારને પ્રશ્ન કર્યો કે તેની તપાસ અને નાબૂદી માટે મોટા સ્તરે ટેસ્ટિંગ કેમ નથી થઈ રહ્યું? તેના પર વેક્સીન કેટલી પ્રભાવશાળી છે અને બધી જાણકારી ક્યારે મળશે? ત્રીજી લહેરમાં તેને નિયંત્રિત કરવાનો પ્લાન શું છે? જ્યારે કોરોના વક્સીનેશનને લઈ રાહુલ ગાંધી કેન્દ્ર સરકાર પર તંજ કસી ચૂક્યા છે. 23 જૂને તેમણે કહ્યું હતું કે કોરોના વેક્સીનેશન જ્યાં સુધી નિરંતર મોટા સ્તરે નહી થાય, આપણો દેશ સુરક્ષિત નથી. અફસોસ, કેન્દ્ર સરકાર પીઆર ઈવેન્ટથી આગળ નથી વધી શકતી.

અગાઉ કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ શ્વેત પેપર જાહેર કરી કોરોનાની ત્રીજી લહેરને લઈ ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે દુનિયાને ખબર છે કે ત્રીજી લહેર આવી રહી છે. અમે કહી રહ્યા છીએ કે સરકારે ત્રીજી લહેર માટે પૂરી તૈયારી કરવી જોઈએ. પહેલી અને બીજી લહેરમાં જેવી રીતે ઑક્સીજન અને દવાની ઘટ રહી તેવું ત્રીજી લહેરમાં ન થવું જોઈએ.

દેશમાં કોરોના વાયરસની બીજી લહેરમાં વાયરસના ડેલ્ટા વેરિયન્ટે તબાહી મચાવી હતી. હવે તેના ડેલ્ટા વેરિયન્ટના પ્લસ વેરિયન્ટને લઈ લોકોમાં ભયનો માહોલ છે. માનવામાં આવી રહ્યું છે કે દેશમાં ત્રીજી લહેર આ વેરિયન્ટને પગલે આવી શકે છે. અત્યાર સુધી આ વેરિયન્ટના 40થી વધુ કેસ સામે આવી ચૂક્યા છે, જેના સૌથી વધુ મામલા મહારાષ્ટ્રથી સામે આવ્યા છે. આ ઉપરાંત કેરળથી પણ અમુક મામલા સામે આવ્યા છે.

English summary
Rahul Gandhi asked 3 question to modi sarkar over delta plus variant of coronavirus
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X