For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાહુલનો મોદી પર પલટવારઃ રાજીવ ગાંધી વિશે જે વાત કરવી હોય તે કરો પરંતુ...

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ગુરુવારે સિરસા રેલી કરવા પહોંચ્યા. જ્યાં રાહુલ ગાંધીએ પીએમ પર પલટવાર કર્યો.

|
Google Oneindia Gujarati News

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ગુરુવારે સિરસા રેલી કરવા પહોંચ્યા. રાહુલ ગાંધીએ પીએમ પર પલટવાર કરીને કહ્યુ કે, 'જો તમારે રાજીવ ગાંધીજી અને મારી વાત કરવી હોય તો તમે જરૂર કરો, દિલ ખોલીને કરો. પરંતુ જનતાને સમજાવી દો કે તમે રાફેલ મામલે શું કર્યુ, શું ન કર્યુ. જે વચન આપ્યુ હતુ 2 કરોડ યુવાનોને રોજગાર આપવાનું તે પૂરુ નથી કર્યુ. રાહુલ ગાંધી અહીં કોંગ્રેસના સિરસા સીટથી ઉમેદવાર અશોક તંવરના પક્ષમાં મત માંગવા માટે આવ્યા હતા.'

rahul gandhi

રેલીમાં મોદી પર નિશાન સાધતા રાહુલે કહ્યુ કે હું હું સિરસાની જનતા અને ખેડૂતોને બતાવી દેવા માંગુ છુ કે મોદી નકલી વચનો આપે છે જે ક્યારેય પૂરા નહિ થાય. 15 લાખ નથી આવવાના પરંતુ મારુ વચન છે કે 72 હજાર જરૂર જશે. રાહુલે કહ્યુ કે અનિલ અંબાણીએ ક્યારેય જહાજ નથી બનાવ્યા, ભાજપ સરકારે તેને રાફેલ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપી દીધો. આ એકદમ ખોટુ છે. આ કેસમાં જે પણ ગોટાળા અને ઠગાઈ થઈ છે તેનુ સત્ય ટૂંક સમયમાં લોકો સામે આવી જશે.

રાહુલે કહ્યુ કે રાફેલ દુનિયાનો સૌથી મોટો ડિફેન્સ કોન્ટ્રાક્ટ છે. અનિલ અંબાણીએ જીવનમાં હવાઈજહાજ નથી બનાવ્યુ. તેના પર 45 હજાર કરોડનું બેંકોનું દેવુ છે. તેમછતા અંબાણીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો. તેમણે પીએમને પ્રશ્ન પૂછીને કહ્યુ કે તમે જ જણાવો કે મોદી કે તમે અંબાણીને કોન્ટ્રાક્ટ માટે કેમ પસંદ કર્યા. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યુ કે તેમની પાર્ટી ન્યાય યોજના લઈને આવી છે.

રાહુલે કહ્યુ કે મોદીએ લાખો કરોડ રૂપિયા અમુક ઉદ્યોગપતિઓ અદાણી, અંબાણી જેવા અમુક ઉદ્યોગપતિઓને આપ્યા પરંતુ કોંગ્રેસ સરકાર ગરીબના ખાતામાં પૈસા નાખશે. કોંગ્રેસ પાર્ટીએ નિર્ણય લીધો કે લાખો કરોડ રૂપિયા 25 કરોડ જનતાના ખાતામાં જશે અને આ ન્યાય યોજના હેઠળ થઈ શકશે. કોંગ્રેસ સરકારમાં આવી તો ગરીબોનું જીવન બદલાઈ જશે. ન્યાય યોજના ગરીબો માટે ખૂબ ઉપયોગી હશે.

રાહુલે કહ્યુ કે પાંચ વર્ષમા તમારા ખિસ્સામાંથી ચોરી કરી લેવામાં આવી. નોટબંધી કરીને તમને બેંકની લાઈનમાં ઉભા કરી દીધા. માતાજબહેનોના ઘરમાંથી પૈસા કાઢી લીધા. લાખો-કરોડો રૂપિયા ગરીબો, મજૂર, ખેડૂતના ઘરમાંથી કાઢીને ચોકીદે ઉદ્યોગપતિઓના ખિસ્સામાં નાખી દીધા. આ પ્રસંગે તેમણે કહ્યુ કે કોંગ્રેસની સરકાર બની તો ખેડૂતો માટે અલગ કાયદો વ્યવસ્થા બનાવવામાં આવશે. દેવુ લેનાર કોઈ ખેડૂત જેલમાં નહિ જાય. ખેડૂતો માટે અલગ બજેટ ફાળવવામાં આવશે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં 12 સાયન્સનું પરિણામ જાહેર, વાળંદ અને ચોકીદારના પુત્રએ કર્યુ ટૉપઆ પણ વાંચોઃ ગુજરાતમાં 12 સાયન્સનું પરિણામ જાહેર, વાળંદ અને ચોકીદારના પુત્રએ કર્યુ ટૉપ

English summary
rahul gandhi attacks narendra modi, says What did you do in rafale case told the nation
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X