For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાફેલ પર રાહુલ ગાંધીનો હુમલો, પીએમને કહ્યું- કમાન્ડર ઈન થીફ

રાફેલ ડીલ અંગે સત્તાધારી પાર્ટી બીજેપી અને કોંગ્રેસ ઘ્વારા એકબીજા પર આરોપો લગાવવામાં આવી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

રાફેલ ડીલ અંગે સત્તાધારી પાર્ટી બીજેપી અને કોંગ્રેસ ઘ્વારા એકબીજા પર આરોપો લગાવવામાં આવી રહ્યા છે. સોમવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ મોદી પર એક મોટો પ્રહાર કર્યો છે. રાહુલ ગાંધીએ ટ્વિટર પર ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિનો એક વીડિયો શેર કરતા લખ્યું કે ભારતના "કમાન્ડર ઈન થીફ" વિશે દુઃખદ સચ્ચાઈ. આ પહેલા રાહુલ ગાંધી પીએમ મોદીને ચોર કહી ચુક્યા છે. રાહુલ ગાંધીના આ નિવેદન પછી ભાજપા ભકડી ગયી હતી.

rahul gandhi

આ વીડિયોમાં એક જર્નાલિસ્ટ ભારત અને ફ્રાન્સ વચ્ચે થયેલી રાફેલ ડીલ અંગે ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિના નિવેદનો જણાવી રહ્યા છે. વીડિયોમાં હાજર વ્યક્તિ કહી રહ્યો છે કે ફ્રાન્સમાં પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા ઔલાન્ડ ઘ્વારા રાફેલ ડીલ અંગે જણાવવામાં આવ્યું કે ભારત સરકાર તરફથી અંબાણીની કંપનીનું નામ જણાવવામાં આવ્યું હતું. તેમની પાસે બીજો કોઈ વિકલ્પ ના હતો. તે વ્યક્તિ ઘ્વારા જણાવવામાં આવ્યું કે ફ્રાંસ્વા ઔલાન્ડ લેફ્ટ વિંગથી પ્રેસિડેન્ટ હતા. તેમની શાશનકાળમાં આટલો મોટો ઘોટાળો સામે આવ્યો છે. આ વ્યક્તિએ વીડિયોમાં પીએમ મોદી અને રિલાયન્સ પર ઘણા આરોપો લગાવ્યા છે.

આ પણ વાંચો: રાફેલમાં કોનો થયો સોદો? સરકારને ઘેરતા 5 સવાલ અને પાંચ મોટા વિવાદ

આ વિવાદ ફ્રાન્સમાં પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા ઔલાન્ડ ઘ્વારા આપવામાં આવેલા નિવેદન પછી ઉભો થયો. જેમાં તેમને કહ્યું હતું કે ભારત સરકાર તરફથી અંબાણીની કંપનીનું નામ જણાવવામાં આવ્યું હતું તેમની પાસે બીજો કોઈ વિકલ્પ ના હતો. ફ્રાંસ્વા ઔલાન્ડ ઘ્વારા જણાવ્યા અનુસાર રાફેલ બનાવવા માટે અંબાણીની કંપનીનો જ વિકલ્પ આપવામાં આવ્યો હતો. વર્ષ 2015 દરમિયાન જયારે પીએમ મોદીએ રાફેલ ડીલ પર મુહર લગાવી ત્યારે ઔલાન્ડ ફ્રાન્સમાં રાષ્ટ્રપતિ હતા.

English summary
Rahul Gandhi attacks PM Modi India's Commander in Thief over Rafale deal
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X