રાફેલમાં કોનો થયો ‘સોદો'? સરકારને ઘેરતા 5 સવાલ અને પાંચ મોટા વિવાદ
રાફેલ ડીલ હવે એક કોકટેલની જેમ બનતુ જઈ રહ્યુ છે જેમાં ઘણુ બધુ મિક્સ થઈ ગયુ છે.
રાફેલ ડીલ હવે એક કોકટેલની જેમ બનતુ જઈ રહ્યુ છે જેમાં ઘણુ બધુ મિક્સ થઈ ગયુ છે. રાફેલ ડીલ અંગે જ્યાં એક તરફ ભારતમાં રાજકીય પારો ગરમ છે તો બીજી તરફ ફ્રાંસમાં પણ આ મુદ્દે કંઈ પણ સ્પષ્ટ નથી થઈ રહ્યુ. એક ઈન્ટરવ્યુમાં ફ્રાંસના પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા ઓલાંદે જ્યારે કહ્યુ કે રાફેલ ડીલ માટે તેમની સામે ભારત સરકારે માત્ર રિલાયન્સ કંપનીનો જ વિકલ્પ મૂક્યો હતો એટલા માટે ડસોલ્ટ અને રિલાયન્સ ગ્રુપ સાથે સમજૂતી જરૂર થઈ. ઓલાંદના આ નિવેદન બાદ વિદેશ મંત્રાલયે કહ્યુ કે તે પોતાની વાત (આ કોમર્શિયલ ડીલમાં ફ્રાંસ અને ભારત સરકારની કોઈ ભૂમિકા નથી) પર અડગ છે. ઓલાંદના નિવેદન પર મચેલા ઘમાસાણ બાદ તો રાફેલ એરક્રાફ્ટ કંપની ડસોલ્ટનને પણ નિવેદન જારી કરવુ પડ્યુ કે તેમણે પોતાની મરજીથી રિલાયન્સ ગ્રુપને પસંદ કર્યુ હતુ. જો કે ડસોલ્ટે ઓલાંદના નિવેદનને ફગાવ્યુ પણ નહોતુ. એક નજર નાખીએ રાફેલ પર હાલમાં ઉઠેલા તે 5 વિવાદો પર જે સત્તારૂઢ સરકાર પર ઉભા થઈ રહ્યા છે...

સરકાર અને ઓલાંદના નિવેદનોમાં વિરોધાભાસ
રાફેલ સોદા પર સરકાર સ્પષ્ટતા કરી ચૂકી છે કે આ બે કંપનીઓ વચ્ચેની કોમર્શિયલ ડીલ હતી જેમાં ભારત અને ફ્રાંસની સરકારને કોઈ લેવાદેવા નથી. પરંતુ પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાંસવા ઓલાંદના નિવેદન અને ભારતમાં સરકારના દાવાઓમાં ઘણો વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. ફ્રાંસીસી પત્રિકા મેડિયાપાર્ટમાં પ્રકાશિત ઈન્ટરવ્યુમાં જ્યારે ઓલાંદને પૂછવામાં આવ્યુ કે રિલાયન્સને એક પાર્ટનર રૂપે પસંદ કરવા બાબતે સૂચન કોણે અને કેમ કર્યુ? ત્યારે ઓલાંદે કહ્યુ, ‘તે ભારત સરકાર હતી જેણે રિલાયન્સના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો અને ડસોલ્ટ કોઈ વિકલ્પ નહોતો.'

HAL સાથે ડીલ ટ્રાન્સફર થવાનું કારણ?
આ જ મહિને ફ્રાંસના ફ્રાંસ 24 નામના વર્તમાનપત્રએ પોતાની સરકારને સવાલ કર્યો - ભારતમાં HAL ( હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ) પાસે ડિફેન્સ મેન્યુફેક્ચરિંગનો 78 વર્ષનો અનુભવ છે અને અનિલ અંબાણીની રિલાયન્સ ડિફેન્સ કંપની પાસે હથિયાર બનાવવાનો કોઈ અનુભવ નથી તેમછતા ડીલ ટ્રાન્સફર કેવી રીતે થઈ?

ડીલ સાઈન થયાના 15 દિવસ બાદ બની રિલાયન્સ ડિફેન્સ
ફ્રાંસ 24 ના જણાવ્યા મુજબ ડસોલ્ટ એવિએશન અને અંબાણીની કંપની વચ્ચે હસ્તાક્ષર થયાના 15 દિવસ બાદ રિલાયનન્સ ડિફેન્સ અસ્તિત્વમાં આવી. અનિલ અંબાણી રિલાયન્સ ડિફેન્સમાંથી રાજીનામુ આપી ચૂક્યા છે પરંતુ રિલાયન્સ ગ્રુપના ફ્રાંસ 24 ના દાવા પર કંઈ કહ્યુ નથી.

કોંગ્રેસનો આરોપ - એરક્રાફ્ટની કિંમત ત્રણ ગણી વધારે
સપ્ટેમ્બર 2016 માં સરકાર અને ફ્રાંસ વચ્ચે રાફેલ પર ઈન્ટર-ગવર્મેન્ટ ડીલ સાઈન થઈ. આ ડીલ મુજબ 36 રાફેલ એરક્રાફ્ટ માટે ભઆરત સરકાર ફ્રાંસને 58,000 કરોડ રૂપિયા આપશે. કોંગ્રેસનો આરોપ છે કે વર્તમાન સરકારે આ ડીલ બદલી દીધી છે. જેની કિંમત ગઈ ડીલ (કોંગ્રેસના સમય) થી ત્રણ ગણી વધારે છે. કોંગ્રેસ સતત સરકારને આનો જવાબ માંગી રહી છે.

સરકાર નથી જણાવી રહી 1 એરક્રાફ્ટની કિંમત
ઈન્ડિયા ટુડેને આપેલા ઈન્ટરવ્યુમાં ફ્રાંસના તત્કાલિન રાષ્ટ્રપતિ એમાનુએલ મેક્રો કહે છે કે જો ભારત સરકાર આ ડીલ સાથે જોડાયેલી કોઈ સૂચના શેર કરે તો તેમને કોઈ વાંધો નથી. જો કે ભારત સરકારે સ્પષ્ટ કર્યુ છે કે સુરક્ષા સાથે જોડાયેલી ડીલ હોવાના કારણે તેની કેટલીક સૂચનાઓ સાર્વજનિક કરી શકાય નહિ. કોંગ્રેસનો આરોપ છે કે ડિફેન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણ રાફેલ એરક્રાફ્ટની કિંમત બતાવી નથી રહી.












Click it and Unblock the Notifications
