For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાહુલ ગાંધીનો પીએમ મોદી પર પ્રહાર, "તમે ફરી ખોટું બોલ્યા"

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અમેઠીમાં ઑર્ડિનન્સ ફેક્ટરી અંગે પીએમ મોદી પર ફરી એકવાર પ્રહાર કર્યા છે.

|
Google Oneindia Gujarati News

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અમેઠીમાં ઑર્ડિનન્સ ફેક્ટરી અંગે પીએમ મોદી પર ફરી એકવાર પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ ઑર્ડિનન્સ ફેક્ટરી અંગે પીએમ મોદી પર ખોટું બોલવાનો આરોપ લગાવ્યો છે. રાહુલ ગાંધીએ ટવિટ કરીને પીએમ મોદી પર પ્રહાર કરતા જણાવ્યું કે તેમને જાતે વર્ષ 2010 દરમિયાન ઑર્ડિનન્સ ફેક્ટરીનો શિલાન્યાસ કર્યો હતો અને છેલ્લા ઘણા વર્ષોથી ત્યાં નાના હથિયારોનું ઉત્પાદન ચાલી રહ્યું છે.

આ પણ વાંચો: ચૂંટણીલક્ષી ફાયદા માટે અમિત શાહ સેનાને જૂઠું બોલી રહ્યા છેઃ કેજરીવાલ

રાહુલ ગાંધીનો પીએમ મોદી પર પ્રહાર,

રાહુલ ગાંધીનો પીએમ મોદી પર પ્રહાર, "તમે ફરી ખોટું બોલ્યા"

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ મોદી પર પ્રહાર કરતા કહ્યું કે, "કાલે તમે અમેઠી ગયા અને પોતાની આદતથી મજબુર થઈને ફરી ખોટું બોલ્યા, શુ તમને બિલકુલ પણ શરમ નથી આવતી?" આપને જણાવી દઈએ કે પીએમ મોદીએ રવિવારે અમેઠીમાં એક ફેકટરીનું ઉદ્ઘાટન કર્યું. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં રસિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના વખાણ કરતા તેને ભારત અને રશિયાના સંબંધ માટે સારું ગણાવ્યું.

અમેઠીમાં ઑર્ડિનન્સ ફેક્ટરી પર રાજનીતિ ગરમાઈ

અમેઠીમાં ઑર્ડિનન્સ ફેક્ટરી પર રાજનીતિ ગરમાઈ

અમેઠીમાં બની રહેલી ફેકટરીના નિર્માણ પર 408.01 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે. અહીં ફેકટરીમાં રાઇફલોની નવી શ્રેણી બનાવવામાં આવશે. આ સંયુક્ત ઉદ્યોગ દેશમાં શસ્ત્ર સેનાનોને મદદ કરશે અને રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂતી આપશે. રક્ષામંત્રી નિર્મલા સીતા રમણે જણાવ્યું કે આ યુનિટમાં AK 203 મોર્ડન રાઇફલ બનાવવાનું કામ શરુ થશે.

વ્લાદિમીર પુતિને ફેકટરીના ઉદ્ઘાટન પર ખુશી વ્યક્ત કરી

વ્લાદિમીર પુતિને ફેકટરીના ઉદ્ઘાટન પર ખુશી વ્યક્ત કરી

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પણ ફેકટરીના ઉદ્ઘાટન પર ખુશી વ્યક્ત કરી. ઈન્ડો-રુસ રાઇફલ પ્રાઇવેટ લિમિટેડ ભારતની આયુધ ફેક્ટરી અને રશિયાની પ્રતિષ્ઠાનો જોઈન્ટ ઓપરેશન છે, જેનાથી દર વર્ષે 7.47 લાખ રાઇફલ બનાવવામાં આવશે. વ્લાદિમીર પુતિને તેને ભારત અને રશિયાની દોસ્તીનું એક અગત્યનું પગલું ગણાવ્યું છે.

English summary
Rahul gandhi attacks pm modi over amethi ordnance factory
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X