For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘મોદીજી તમને શરમ આવવી જોઈએ, તમે દેશની આત્મા સાથે વિશ્વાસઘાત કર્યો'

છેલ્લા ઘણા મહિનાથી રાફેલ મુદ્દો ઉઠાવી રહેલ કોંગ્રેસ પક્ષ પૂર્વ રાષ્ટ્રપતિના નિવેદન બાદથી પીએમ મોદી પર હાવી થઈ ગઈ છે.

|
Google Oneindia Gujarati News

રાફેલ ડીલ અંગે ફ્રાંસના પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાંસવા ઓલાંદના ખુલાસા બાદ ભારતના રાજકારણમાં ભૂકંપ આવી ગયો છે. છેલ્લા ઘણા મહિનાથી રાફેલ મુદ્દો ઉઠાવી રહેલ કોંગ્રેસ પક્ષ પૂર્વ રાષ્ટ્રપતિના નિવેદન બાદથી પીએમ મોદી પર હાવી થઈ ગઈ છે. પીએમ મોદીએ અનિલ અંબાણી સાથે મળીને સુરક્ષાબળો પર એક લાખ 30 હજાર કરોડ રૂપિયાનું સર્જીકલ સ્ટ્રાઈક કર્યુ છે. તમને જણાવી દઈએ કે ફ્રાંસીસી મીડિયા અનુસાર ઓલાંદે કથિત રીતે કહ્યુ છે કે ભારત સરકારે રાફેલ વિમાન સોદામાં ફ્રાંસની વિમાન બનાવતી કંપનીને ડાસ્સો એવિએશનના ઓફસેટ ભાગીદાર તરીકે રિલાયન્સ ડિફેન્સનું નામ પ્રસ્તાવિત કર્યુ હતુ અને એવામાં ફ્રાંસ પાસે કોઈ વિકલ્પ હતો નહિ.

પોતાના દેશના આત્મા સાથે વિશ્વાસઘાત કર્યો

શનિવારે રાફેલ ડીલ પર રાહુલ ગાંધીએ કહ્યુ, ‘પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઉદ્યોગપતિ અનિલ અંબાણીએ મળીને સુરક્ષાબળો પર એક લાખ 30 હજાર કરોડ રૂપિયાની સર્જીકલ સ્ટ્રાઈક કરી. પ્રધાનમંત્રી મોદી તમે આપણા શહીદ સૈનિકોના લોહીનું અપમાન કર્યુ છે. તમને શરમ આવવી જોઈએ, તમે ભારતની આત્મા સાથે વિશ્વાસઘાત કર્યો. રાફેલ ડીલ અંગે કોંગ્રેસ શનિવારે 3 વાગે પ્રેસ કોન્ફરન્સ કરશે. કોંગ્રેસ પ્રવકતા રણદીપ સિંહ સૂરજેવાલાએ કહ્યુ છે કે પડદા પાછળ હવે ભ્રષ્ટાચારની સચ્ચાઈ છૂપાઈ શકતી નથી. પ્રેસ કોન્ફરન્સમાં ઘણા ખુલાસા કરવામાં આવશે.'

આ પણ વાંચોઃ રાફેલમાં કોનો થયો ‘સોદો'? સરકારને ઘેરતા 5 સવાલ અને પાંચ મોટા વિવાદઆ પણ વાંચોઃ રાફેલમાં કોનો થયો ‘સોદો'? સરકારને ઘેરતા 5 સવાલ અને પાંચ મોટા વિવાદ

દેવાળિયા અનિલ અંબાણીને અબજો ડૉલરનો સોદો અપાવ્યો

દેવાળિયા અનિલ અંબાણીને અબજો ડૉલરનો સોદો અપાવ્યો

આ પહેલા કાલે સાંજે આ ખુલાસા બાદ રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, ‘પીએમ મોદી રાફેલ ડીલ મામલે વ્યક્તિગત રીતે દરવાજાની પાછળ શામેલ હતા. તેમણે દેશની સાથે વિશ્વાસઘાત કર્યો અને સૈનિકોના લોહીનું અપમાન કર્યુ છે.' રાહુલ ગાંધીએ ફ્રાંસવા ઓલાંદને ધન્યવાદ આપતા લખ્યુ કે, ‘હવે અમને ખબર પડી કે તેમણે (મોદી) દેવાળિયા અનિલ અંબાણીને અબજો ડૉલરનો સોદો અપાવ્યો.'

જૂઠ બોલતી સરકારને અમે કેવી રીતે સહન કરી શકીએ?

ભાજપના બાગી નેતા યશવંત સિન્હાએ પણ મોદી સરકાર પર નિશાન સાધ્યુ છે. તેમણે ટ્વિટર પર લખ્યુ, ‘જૂઠ બોલતી સરકારને અમે કેવી રીતે સહન કરી શકીએ?' દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પણ પીએમ મોદીને સવાલ કર્યા છે. કેજરીવાલે કહ્યુ કે, ‘પ્રધાનમંત્રીજી સાચુ બોલો. દેશ સત્ય જાણવા ઈચ્છે છે. સમગ્ર સત્ય. રોજેરોજ ભારત સરકારના નિવેદનો ખોટા પડી રહ્યા છે. લોકોને હવે વિશ્વાસ થવા લાગ્યો છે કે કંઈક બહુ મોટી ગરબડ થઈ છે નહિતર ભારત સરકાર રોજ એક પછી એક જૂઠ કેમ બોલે ?'

આ પણ વાંચોઃ PICS: ઈટલીમાં શરૂ થઈ ઈશા અંબાણી-આનંદ પીરામલની સગાઈની ઉજવણીઆ પણ વાંચોઃ PICS: ઈટલીમાં શરૂ થઈ ઈશા અંબાણી-આનંદ પીરામલની સગાઈની ઉજવણી

English summary
Rahul Gandhi attacks PM on Rafale deal Shame on you Modi ji, you betrayed india's soul
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X